મે મહિનામાં જીએસટી કલેક્શન ઘટીને રૂ. ૧.૪૧ લાખ કરોડ થયું
એપ્રિલમાં કલેક્શન રૂ. ૧.૬૮ લાખ કરોડ હતું, જે અત્યાર સુધીનું સૌથી વધુ છે, માસિક જીએસટી કલેક્શન ચોથી વાર ૧.૪૦ લાખ કરોડને વટાવી ગયું
નવી દિલ્હી, નવા નાણાંકીય વર્ષની શાનદાર શરૂઆત સાથે ઈતિહાસનું સૌથી રેકોર્ડ કલેક્શન દર્શાવ્યા બાદ મે, ૨૦૨૨ના વર્ષમાં જીએસટી કલેક્શન માસિક દ્રષ્ટિએ ૧૬% ઘટ્યું છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શન મે મહિનામાં માસિક ધોરણે ૧૬ ટકા ઘટીને રૂ. ૧.૪૧ લાખ કરોડ થયું છે. ગયા મહિને એટલે કે એપ્રિલમાં જીએસટી કલેક્શન રૂ. ૧.૬૮ લાખ કરોડ હતું, જે અત્યાર સુધીનું સૌથી વધુ છે.
નાણા મંત્રાલયે મંગળવારે જાહેર કરેલા આંકડામાં માહિતી આપી કે મે ૨૦૨૧ની સરખામણીએ આ વર્ષે મે મહિનામાં જીએસટી કલેક્શનમાં ૪૪ ટકાનો વધારો થયો છે. મે મહિનામાં કલેક્શન હંમેશા એપ્રિલ મહિના કરતાં ઓછું નોંધાયું છે. એપ્રિલ મહિનો નાણાકીય વર્ષની શરૂઆત દર્શાવે છે અને મે મહિના માટેનું કલેક્શન એપ્રિલ મહિનાના રિટર્ન સાથે જાેડાયેલું છે, નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.
મે મહિનાના કુલ જીએસટી કલેક્શનમાંથી સેન્ટ્રલ જીએસટીના રૂ. ૨૫,૦૩૬ કરોડ સ્ટેડ જીએસટીના રૂ. ૩૨,૦૦૧ કરોડ અને ઈંટીગ્રેટેડ જીએસટીના રૂ. ૭૩,૩૪૫ કરોડ રૂપિયા ઉપરાંત રૂ. ૧૦,૫૦૨ કરોડ કમ્પનસેશન સેસના છે. જાેકે આઈએસજીટીમાંથી સરકારે સેન્ટ્રલ જીએસટીમાં રૂ. ૨૭,૯૨૪ કરોડ અને સ્ટેટ જીએસટીમાં રૂ. ૨૩,૧૨૩ કરોડ ચૂકવ્યા છે. આ રીતે સેટલમેન્ટ પછી મે મહિનામાં સેન્ટ્રલ જીએસટીનું કુલ કલેક્શન રૂ. ૫૨,૯૬૦ કરોડ અને સ્ટેટ જીએસટીનું કુલ કલેક્શન રૂ. ૫૫,૧૨૪ કરોડ હતું.
જુલાઈ ૨૦૧૭માં જીએસટી સિસ્ટમ લાગુ થયા બાદ આ ચોથી વખત છે જ્યારે માસિક જીએસટી કલેક્શન ૧.૪૦ લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર એપ્રિલમાં કુલ ૭.૪ કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા, જે માર્ચના ૭.૭ કરોડ ઈ-વે બિલ કરતાં લગભગ ૪ ટકા ઓછા છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ સતત ૧૧મો મહિનો છે જ્યારે જીએસટી કલેક્શન ૧ લાખ કરોડ રૂપિયાના આંકડાને વટાવી ગયું છે.ss2kp