અયોધ્યા અને મથુરા મંદિરની આસપાસ દારૂના વેચાણ પર રોક
મથુરા ખાતે ૧ જૂને બીયર અને ભાંગની ૩૭ દુકાનો ઉપર તાળા મરાયા , માંસના વેચાણ ઉપર પણ પ્રતિબંધ
અયોધ્યા, રામનગરી અયોધ્યા અંગે યોગી સરકારે મોટો ર્નિણય કર્યો છે. હવે ભગવાન શ્રી રામના મંદિરની આસપાસના વિસ્તારમાં દારૂનું વેચાણ થઈ શકશે નહી.સરકારે આ વિસ્તારની દારૂની દુકાનોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. આ સાથે બુધવારના રોજ કૃષ્ણનગરી મથુરામાં શ્રી કૃષ્ણના જન્મસ્થળની આસપાસના વિસ્તારમાં દારૂના વેચાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
મથુરાને તીર્થસ્થળ જાહેર કરીને શ્રી કૃષ્ણના જન્મસ્થળની આસપાસના વિસ્તારમાં દારૂ અને માંસના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.મથુરા ખાતે બુધવારના રોજ ૧ જૂન એટલે કે આજથી બીયર અને ભાંગની ૩૭ દુકાનો ઉપર તાળા મારવામાં આવ્ય અને તેના બદલે દૂધ અને દહીંની દુકાનો વધારવામાં આવશે. મથુરા ખાતેની ત્રણ હોટલોના બાર અને બે મોડેલ શોપ ને આજથી ખોલવામાં નહી આવે.
ઉત્તર પ્રદેશ વિધાન પરિષદમાં મંગળવારના રોજ આબકારી મંત્રી નિતિન અગ્રવાલે બસપાના સભ્ય ભીમરાવ આંબેડકર દ્વારા પૂછવામાં આવેલ સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામમંદિરના આસપાસના વિસ્તારની દારૂની દુકાનોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે.
તેમણે આગળ જણાવ્યું હતું કે, ‘૧૯૬૮ના નિયમ પ્રમાણે આબકારી દુકાનોની સંખ્યા અને સ્થાન જાહેર પૂજા સ્થળ, શાળા, હોસ્પિટલ અને રહેણાંક વસાહતોથી અનુક્રમે ૫૦, ૭૫ અથવા ૧૦૦ મીટરના અંતરની અંદર હોય તો તેને લાયસન્સ આપવામાં આવતું નથી. આ આદેશને ધ્યાનમાં રાખીને અયોધ્યા ખાતેની દારૂની દુકાનો બંધ કરવામાં આવી છે.ss2kp