જાપાનને ૧-૦થી હરાવી એશિયા કપમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો
નવી દિલ્હી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય ટીમ ગોલ તફાવતથી ફાઇનલમાં ક્વોલિફાય કરી શકી ન હતી, પરંતુ ભારતીય હોકી ટીમે હિંમત હારી ન હતી અને ત્રીજા-ચોથા ક્રમની મેચમાં જાપાનને હરાવીને એશિયા કપ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતે આ ટુર્નામેન્ટમાં યુવા ટીમને મેદાનમાં ઉતારી હતી.
ભારતીય હોકી ટીમે બુધવારે એશિયા કપમાં જાપાનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અગાઉ ગઈકાલે એટલે કે ૩૧ મેના રોજ, ભારત દક્ષિણ કોરિયા સાથે ડ્રો રમીને ખિતાબની રેસમાંથી બહાર થઈ ગયું હતું.આ હાર બાદ ભારતના યુવા ખેલાડીઓએ ત્રીજા અને ચોથા સ્થાનની મેચમાં જાપાન સામે પોતાનો જીવ રેડી દીધો અને પરિણામ ૧-૦થી તેમની તરફેણમાં આવ્યું.
ભારત માટે આ ગોલ રાજકુમાર પાલે કર્યો હતોસુપર-૪ રાઉન્ડમાં, ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત, મલેશિયા અને કોરિયાએ દરેક પાંચ પોઈન્ટ પર તેમના અભિયાનનો અંત કર્યો હતો, પરંતુ બિરેન્દર લાકરાની આગેવાની હેઠળની ભારતીય ટીમ ગોલ તફાવત પર ત્રીજા સ્થાને રહી હતી. ગોલ્ડ મેડલનો મુકાબલો કોરિયા અને મલેશિયા વચ્ચે થશે.ss2kp