અમરેલી તાલુકાના સાજીયાવદર ગામમાં દીપડાનો ભારે આતંક
અમરેલી,અમરેલી તાલુકાના સાજીયાવદર ગામમાં છેલ્લા ૫ દિવસથી દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. વનવિભાગની ટીમે ૨ દિવસ પહેલા રહેણાંક વિસ્તારમાંથી બે દીપડાને પાંજરે પુર્યા હતા. જાેકે, હજું પણ વધુ દીપડા હોવાની ગ્રામજનોની આશંકા છે. જેથી ગ્રામજનોએ વનવિભાગ સમક્ષ રજૂઆત કરતા વનવિભાગ દ્વારા પાંજરા ગોઠવવામાં આવ્યાં છે.
આ વચ્ચે દીપડાનો એક વીડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં દીપડો ધોળા દિવસે શ્વાનની જેમ રહેણાંક વિસ્તારમાં દોડધામ કરતો જાેવા મળી રહ્યો છે.દીપડાને લઈ ગ્રામજનો અગાસી ઉપર આમથી તેમ દોડધામ કરી રહ્યા હતા. સમગ્ર ગામમાં દીપડાની લટારને લઈ ભયનો માહોલ છવાયો છે.
જંગલ વિસ્તારનો ખૂંખાર દીપડો શ્વાનની જેમ લટાર મારી રહ્યો છે જેને લઈ ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.દીપડાને પકડવા વનવિભાગ દોડધામ કરી રહ્યું છે. દીપડો ક્યાં વિસ્તારમાંથી આવે છે અને ક્યાં વિસ્તારમાં નાસી જાય છે તેનું લોકેશન શોધવા માટે ગ્રામજનોને સાથે રાખી વનવિભાગે કવાયત શરૂ કરી છે.
લીલીયા રેન્જના આર.એફ.ઓ હિરેન પટેલનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, ૨ દીપડાને પાંજરે પુરી દીધા છે. તેમજ વધુ ૧ દીપડો હોવાને કારણે ૨ પાંજરા ગોઠવ્યાં છે.તેમજ અમારી ટીમ તે ગામમાં હાજર છે. પાલીતાણા શેત્રુંજી ડીવીઝનના ડ્ઢઝ્રહ્લ જયંત પટેલએ જણાવ્યું કે, હજુ એક દીપડો હોવાનું ગ્રામજનોએ રજૂઆત કરી હતી. જેથી અમારી ટીમને પાંજરા સાથે ત્યા જવાની સૂચના આપી દીધી છે.ss3kp