શું સંગ્રાહખોરી મારફતે વચેટિયા- વહેપારીઓ સાંકળ રચી ચીજવસ્તુઓની કૃત્રિમ તંગી ઉભી કરે છે ?
ભારત વિશ્વ આખાને અનાજ પુરૂ પાડવા સક્ષમ તો સ્થાનિક કક્ષાએ અનાજના ભાવ વધુ કેમ ?
(પ્રતિનિધિ) અમદાવાદ, સંગ્રહખોરી આપણે ત્યાં એક આદત બની ગઈ છે. કોરોના કાળમાં એ જાેવા મળ્યુ ત્યાર પછી ઘણા ‘અપ-ડાઉન્સ’ આવી રહયા છે તેમાં પણ આ વૃતિ જાેવા મળી રહી છે. આજકાલ યુક્રેન-રશિયા વચ્ચેનું યુધ્ધ મોંઘવારી માટે કારણભૂત ગણવામાં આવે છે. તેનો ઈન્કાર થઈ શકે તેમ નથી.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધઘટ થતા તેની અસર વર્તાતી હોય છે. આ એક સ્વાભાવિકકારણ છે. સીંગતેલના ભાવ યુધ્ધ શરૂ થયુ તે પહેલાથી જ થોડા ગણા વધવા લાગ્યા હતા.
આ તો ઠીક, ડુંગળી-મરચા- કોથમીર, ટમાટર, લીંબુના ભાવ વધ્યા છે તે ધીમેધીમે ઓછા થશે પરંતુ અહીયા ક્યાં યુધ્ધ નડવાનુ હતુ અલબત ભારે ગરમી- કમોસમી વરસાદે પાકનું ધોવાણ કરી નાંખ્યુ પણ ગાણા ક્યાં સુધી ગાઈશું. એક તરફ કેન્દ્રની નેતાગીરી કહે છે કે ભારત સમગ્ર વિશ્વને અનાજ પુરૂ પાડવા શક્તિમાન છે
સારી બાબત છે આપણે વિશ્વ કલ્યાણનું વિચારીએ છીએ. પણ સ્થાનિક કક્ષાએ ઘઉંના ભાવ વધતા હોય ત્યારે પહેલા આપણો વિચાર થવો જાેઈએ. આતા “ઘરના છોકરા ઘંટી ચાટે..” કહેવત જેવી વાત થઈ. મૂળ મુદ્દે વચેટીયાઓ- વહેપારીઓ સંગ્રહખોરી કરે છે તે હકીકત છે
રાતોરાત અમુક ચીજવસ્તુના ભાવ વધી જાય પછી મહિને-દા’ડે નવો પાક આવી ગયાની બૂમ મરાય. પછી બધુ રાબેતા મુજબ થઈ જાય. સીંગતેલ સહિતના તેલના ભાવ મોટેભાગે ઓગસ્ટ મહિનામાં ઉંચકાય આ સમયગાળામાં તહેવારો આવતા હોય તે દરમિયાન તેલનો વપરાશ વધારે થાય છે વળી લગ્નગાળો આવતો હોય ત્યારે પણ આવુ જ જાેવા મળે છે. શાકભાજીમાં તો ઘડીક કમોસમી વરસાદનું તો ગરમીનું બહાનુ કાઢવામાં આવે છે ઠીક છે નુકસાન થાય.
પરંતુ હવે તો નર્મદાનું પાણી કેનાલો મારફતે મળી રહે છે અને ઉત્પાદન થતુ હોય છે તો માલ જાય છે ક્યાં ? શું કાળાબજારિયા અમુક ચીજવસ્તુઓનો સ્ટોક કરી લે છે ? જાે એવુ થતુ હોય તો પુરવઠા વિભાગની જવાબદારી છે વિશ્વ આખાને અનાજ પુરૂ પાડવાની ક્ષમતા આપણે ધરાવતા હોઈએ તો અનાજ ભાવ આપણે ત્યાં વધારે કેમ હોય છે ?
વચેટિયા- વહેપારીઓ સાંકળ રચી ભાવ વધારો કરે છે ? સંગ્રહખોરી કરી કૃત્રિમ રીતે ભાવમાં ઉછાળો લાવીને થોડા સમય નફો મેળવી લીધા પછી માલને રીલીઝ કરાય છે ? ખરેખર સંગ્રાહખોરી- કાળાબજારી કરનારા દેશના સૌથી મોટા દુશ્મન ગણી શકાય.