દેવાળિયા થવાની અણી પર આપણો દેશ: ઇમરાન ખાન
ઇસ્લામાબાદ, પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન પોતાના નિવેદનોના કારણે સતત ચર્ચામાં છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો છે કે જાે સરકારે યોગ્ય ર્નિણય ના લીધો તો આવનાર દિવસોમાં પાકિસ્તાનની હાલત ઘણી ખરાબ થઇ જશે અને દેશ ત્રણ ભાગમાં વહેંચાઇ જશે. ઇમરાન ખાનના મતે દેશ દેવાળિયા થવાની અણી પર છે.
જાે યોગ્ય ર્નિણય લેવામાં નહીં આવે તો તેમનો દેશ આત્મહત્યા તરફ વધી રહ્યો છે. વાતચીત કરતા ઇમરાન ખાને કહ્યું કે આ વાસ્તવિક સમસ્યા પાકિસ્તાન સરકારની છે. જાે યોગ્ય ર્નિણય લેવામાં નહીં આવે તો હું તમને લેખિતમાં બતાવી શકું છું કે ખતમ થઇ જશે.
સૌથી પહેલા આપણી સેના બર્બાદી તરફ જશે. આ સરકાર જ્યારથી આવી છે ત્યારથી રુપિયો અને સ્ટોક માર્કેટ સતત ગગડી રહ્યું છે. દરેક સ્થાને અફરાતફરી છે.
ઇમરાન ખાને ચેતવણી આપી છે કે એક વખત દેશ નષ્ટ થઇ જવા પર દેવાળિયો થઇ જશે. તેવા સમયે દુનિયા પાકિસ્તાનને પરમાણુ નિરસ્ત્રીકરણ તરફ આગળ વધવા માટે કહેશે. જેવું યુક્રેને ૧૯૯૦ના દશકમાં કર્યું હતું. વિદેશમાં ભારતના થિંકટેક બલૂચિસ્તાનને અલગ કરવા પર વિચાર કરી રહ્યા છે.
આ તેમની યોજના છે જેથી હું દબાણ બનાવી રહ્યો છું. ઇમરાન ખાને દાવો કર્યો છે કે ગઠબંધન સરકાર દરેક તરફથી અમેરિકાને ખુશ કરશે. તેમણે દલીલ આપી છે કે પીએમએલ-એન સુપ્રીમો નવાઝ શરીફ અને પીપીપીના સહ અધ્યક્ષ આસિફ અલી ઝરદારીએ હંમેશા અમેરિકા, ભારત અને ઇઝરાયેલના ગઠબંધન બનાવવા માટે કામ કર્યું છે.
તેમની યોજના પાકિસ્તાનને મજબૂત કરવાની નથી. પૂર્વ પ્રધાનમંત્રીએ દાવો કર્યો છે કે ભારત તેમને સત્તામાં પસંદ કરતું નથી કારણ કે તે એક સ્વતંત્ર વિદેશ નીતિ ઇચ્છે છે.
ઇમરાન ખાનના નિવેદનની ટિકા કરતા પીએમએલ-એનના નેતા તલાલ ચૌધરીએ કહ્યું કે ફક્ત માનસિક રુપથી બીમાર વ્યક્તિ જ આ પ્રકારની વાત કરી શકે છે. જિયો ન્યૂઝ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે હવે ઇમરાન ખાન સામે કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે.
સુપ્રીમ કોર્ટ આઝાદી માર્ચમાં પોતાના આદેશના ઉલ્લંઘનના સંબંધમાં રિપોર્ટ માંગ્યો છે. જેથી મને આશા છે કે સંસ્થાન પણ તેમની સામે પોતાની ભૂમિકા નિભાવશે.SS1MS