Western Times News

Gujarati News

કેકેને રોજગારી માટે વેચવા પડ્યા હતા ટાઈપરાઈટર

મુંબઈ, ૯૦ના દશકામાં પોતાના સોન્ગથી લોકોને પ્રેમનો અર્થ સમજાવનાર અને રોમાન્સ કરતાં શીખવનારા સિંગર કૃષ્ણકુમાર કુન્નથ ઉર્ફે કેકે આ દુનિયામાં રહ્યા નથી. માત્ર ૫૩ વર્ષની ઉંમરે હાર્ટ અટેક આવતાં કોલકાતામાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા, જ્યાં તેઓ કોન્સર્ટ માટે ગયા હતા.

કોન્સર્ટ ખતમ થયા બાદ જ્યારે તેઓ હોટેલના રૂમમાં ગયા ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી. તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા.

ફિલ્મી દુનિયા અને ફેન્સમાં અત્યારે શોકનો માહોલ છે. સોશિયલ મીડિયા પર તેમના સોન્ગ શેર કરીને લોકો તેમને યાદ કરી રહ્યા છે. પરંતુ આટલી નામના મેળવવી તે અન્યની જેમ સિંગર દ્ભદ્ભ માટે પણ સરળ નહોતું.

તેમણે પણ જીવનમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો અને મુશ્કેલીઓ વેઠી હતી. કોઈ પણ વ્યક્તિનું જીવન કેવું રહ્યું તેના વિશે સૌથી વધારે ખાસ મિત્ર જ જાણતો હોય છે. સિંગરના મિત્ર ગૌતમ ચિકરમાને પણ ટિ્‌વટર પર KKની સંઘર્ષી કહાણી સંભળાવી છે.

ગૌતમ ચિકરમાને ટિ્‌વટર પર લખ્યું છે ‘તે માત્ર ૫૩ વર્ષનો હતો. તેણે પોતાનું અંતિમ સોન્ગ ગાયું અને આરામથી દુનિયા છોડી. તે સંગીતમાં જ પોતાનું જીવન જીવ્યો અને સંગીતમાં જ મોત મળ્યું. દુઃખ આપણા માટે બચ્યું છે.

કેકે સ્વર્ગની સીડીઓમાં છે’. ગૌતમે બીજી ટ્‌વીટમાં લખ્યું છે, કેકે તેમના બેન્ડના લીડ સિંગર અને ડ્રમર હતા. તેમની સાથએ જુલિયલ, ફ્રાંઝ, ટોમ, સંદીપ અને ગૌતમ પોતે હતા.

બેન્ડનું નામ હોરિઝોન હતું અને આ કેએમસીનું કોલેજ બેન્ડ હતું. ગૌતમે આગળ લખ્યું છે કે, તેમનું બેન્ડ કોલેજ ફેસ્ટિવલમાં જતું હતું. ઘણીવાર તેમને ઈનામ પણ મળ્યું હતું. IIT કાનપુર અને દિલ્હીની સાથે-સાથે SRCC અને હિંદુમાં પણ બેન્ડે પ્રોગ્રામ કર્યા હતા.

એકવાર બેન્ડને ૫ હજાર રૂપિયા મળ્યા હતા, તે દિવસે તેમને રાજા-મહારાજા જેવી ફીલિંગ આવી હતી. ગૌતમે ટ્‌વીટમાં લખ્યું છે, તેમના બેન્ડમાં સૌથી વધારે સાહસી કેકે અને જુલિયસ હતા. કેકે સિંગર અને જુલિયસ મ્યૂઝિક કમ્પોઝર બની ગયા. બાકીના મિત્રો આજે પણ નોકરી કરી રહ્યા છે. ‘કેકે અમારા બેન્ડમાં સૌથી વધારે ઉત્સાહી અને ક્રિએટીવ હતો.

તે અમારા બેન્ડની એનર્જી હતો. બધા કરતાં અલગ. તેના અવાજની રેન્જ અલગ હતી. તે નેચરલ ગાતો હતો. કોલેજમાં તેણે અંગ્રેજી સોન્ગ વધારે ગાયા હતા’. થોડા વર્ષ બાદ જ્યારે ગૌતમ મુંબઈમાં હતા ત્યારે કેકે સાથે ફરીથી મુલાકાત થઈ હતી.

ટ્‌વીટમાં તેમણે લખ્યું છે ‘થોડા વર્ષ બાદ હું મુંબઈમાં હતો. તે મને મળવા આવ્યો હતો. અમે બંને મરીન ડ્રાઈવ ફરવા ગયા હતા. કોલેજના દિવસોને યાજ કર્યા. અમે અમારી જર્ની, જીવન, પત્ની, બાળકો, કરિયર, આશાઓ, સપનાં, અમારું મ્યૂઝિક, જૂનુ મ્યૂઝિક, નવું મ્યૂઝિક, ભવિષ્યનુ મ્યૂઝિક અને ન સાંભળેલા સોન્ગ વિશે વાત કરી હતી’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.