Western Times News

Gujarati News

ઝુલાસણ એવું ગામ જ્યાં વિદેશ જવા ઇચ્છુક લોકોની મનોકામના થાય છે પૂર્ણ

અમદાવાદ, ગુજરાતનું એ કયું ગામ છે જ્યાં મહિલા સતી બની હતી. આશરે સાડા ૮૦૦ વર્ષ પહેલાં એક મહિલા ગુજરાતના ઝુલાસણ ગામે સતી બન્યા હતા અને આજે જે હાજરાહાજુર રહીને લોકોના દુઃખ દૂર કરે છે. એટલું જ નહીં એ સતી વિદેશ યાત્રા જવાનો રસ્તો ખોલી આપે છે.

Zulasan is a village where the aspirations of people who want to go abroad are fulfilled

આ મહિલા ઝુલાસણ ગામે દેવી સ્વરૂપે મંદિરમાં પુજાય છે. આ મંદિરમાં લોકોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે સાથે જ જાે કોઇ મહિલાના ઘરે પારણું ન બંધાતું હોય તો અહીં આવીને માનતા રાખતા તેમના ઘરે પારણું બંધાઇ જાય છે, સાથે જ વિદેશ જવા ઇચ્છુક લોકો ઝુલાસણ ગામે સતી માતાના મંદરે મોટી સંખ્યામાં આવે છે અને તેમની મનોકામના પણ પૂર્ણ થાય છે.

ગામ લોકોનું કહેવું છે કે, દોલો મા ખરેખરમાં અનેક લોકોને વિદેશ યાત્રા સફળ કરી દે છે, જેઓ સતી થઈ ગયા, અને કાળક્રમે ગામ લોકોની મદદ આવતાં તેમનું મંદિર બનાવાયું છે. એટલે કે ગુજરાતના આ ગામમાં એક એવું મંદિર બંધાયું છે. જ્યાં દિવસ રાત માતાની આરતી થાય છે.

સાડા આઠસો વર્ષ પહેલાંની કહાણીની વાત કરીએ તો આજે જ્યાં મંદિર છે ત્યાં જંગલ હતું. જ્યાં એક મહિલાની પાછળ કેટલાંક લૂંટારુઓ પડ્યા હતા. મહિલાએ પોતાની ઇજ્જત બચાવવા એક વખડામાં પહોંચી હતી. જ્યાં મહિલાએ સિધ્ધેશ્વરી માતાને અરજ કરી અને ત્યારબાદ જે થયું તે કહાની આજેય લોકચર્ચિત છે.

પુજારી દિનેશ પંડ્યાનું જાે માનીએ તો હાલ જ્યાં આ મંદિર છે ત્યાં જંગલ હતું અને ત્યાં એક મહિલાની પાછળ લૂંટારુઓ પડ્યા હતા. આ મહિલા બાજુના ગામ પાનસર ગામની હતી અને તેણે ઘણા દાગીનાઓ પહેર્યા હતા. જેને લૂંટવા લૂંટારુઓ આ મહિલાની પાછળ પડ્યા હતા. ત્યારે દોડતા દોડતા મહિલા વખડોના વૃક્ષ પાસે પહોંચી હતી. એ જ વખડોના વૃક્ષ પાસે સિદ્ધેશ્વરી માતાનું મંદિર છે.

ત્યાં જ પોતાની ઈજ્જત બચાવવા આ મહિલા સતી થઈ ગઈ હતી અને આ મહિલા ત્યાં જ ફૂલનો ઢગલો બની ગઈ. ત્યારથી જ અહીં દેવીનું મંદિર બનાવાયું છે.

ગુજરાતમાં આ માત્ર એક જ મંદિર એવું છે જ્યાં દેવી દોલો દેવીની પૂજા થાય છે. આ મંદિરમાં વચ્ચેની સાઈમાં ડોલા માતાનું પથ્થરનું યંત્ર અને જમણી બાજુ છે ડોલા માતાની મૂર્તિ જ્યારે સિદ્ધેશ્વરી માતાજીની મૂર્તિ ડાબી બાજુ છે. ડોલા માતાની આ મૂર્તિને લઈ ચમત્કારો પણ ઘણા છે સાથે જ અનેક સવાલો પણ છે.

ગામના લોકોનું કહેવું છે કે આ ડોલા માતાજી સતી બની ગાયબ થઈ ગયા હતા. ત્યારે ફૂલોનો ઢગલો ત્યાં થઈ ગયો હતો. જેને ચમત્કાર માનીને આ ગામના લોકો અહીં પૂજા કરવા લાગ્યા હતા. ત્યારથી એટલે કે ૭૦૦ વર્ષથી અહીં હિન્દુ મંદિરમાં ડોલા માતાજીની પૂજા થાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.