Western Times News

Gujarati News

છત્તીસગઢ: પોલીસ સ્ટેશનમાં પાર્ક કરેલી ૫૦થી વધુ મોટરસાઈકલમાં આગ લાગી

બિલાસપુર, છત્તીસગઢના બિલાસપુરમાં મોટી આગચંપી થઈ છે. અહીંના રતનપુર પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલી ૫૦ જેટલી મોટરસાઈકલ બળીને રાખ થઈ ગઈ છે.

About 40 motorcycles seized at Ratanpur police station have been burnt to ashes.

આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગના કારણે આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી ગઈ હતી. સાથે જ પોલીસ લાઈનમાં રહેતા લોકોમાં પણ ભયનો માહોલ જાેવા મળ્યો હતો. આગની જાણ થતાં જ પોલીસના જવાનોએ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે મોટરસાઈકલ રાખના ઢગલા બની ગઈ હતી.

જાેકે થોડીવાર બાદ ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ, ત્યાં સુધીમાં આખી મોટરસાયકલ બળીને રાખ થઈ ગઈ હતી. આ તે મોટરસાયકલ હતી જે અમુક કેસમાં જપ્ત કરીને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી હતી. કોર્ટના આદેશ બાદ આ મોટરસાઈકલ વાહન માલિકને સોંપવામાં આવે છે. આ આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

પોલીસ સુત્રનું કહેવું છે કે આગનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. આગ જાતે જ લાગી છે કે કોઈએ લગાવી છે તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ સ્ટેશનમાં પાર્ક કરાયેલા તમામ વાહનો જપ્ત કરવા માટે હતા, જે કોર્ટના આદેશ બાદ વાહન માલિકને સોંપવામાં આવે છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.