કેશફ્રી પેમેન્ટ્સે રુપે કાર્ડ્સના ટોકનાઇઝેશન માટે NPCI સાથે જોડાણ કર્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/06/NPCI.png)
આ જોડાણ સાથે કેશફ્રી પેમેન્ટ્સ તમામ મુખ્ય કાર્ડ નેટવર્કમાં સર્ટિફાઇડ અને કમ્પ્લાયન્ટ પેમેન્ટ ટોકનાઇઝેશન સર્વિસ પ્રોવાઇડર બની
બેંગાલુરુ, અગ્રણી પેમેન્ટ્સ અને એપીઆઈ બેંકિંગ સોલ્યુશન્સ કંપનીકેશફ્રી પેમેન્ટ્સએ આજે જાહેરાત કરી હતી કે, કંપનીએ એના મર્ચન્ટ્સ (વેપારીઓ) માટે રુપે કાર્ડ્સ પર ટોકનાઇઝેશન સોલ્યુશન્સ પ્રદાન કરવા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ) સાથે જોડાણ કર્યું છે.
કેશફ્રી પેમેન્ટ્સનું ટોકનાઇઝેશન સોલ્યુશન ‘ટોકન વોલ્ટ’મર્ચન્ટ્સને તેમના ગ્રાહકોને મર્ચન્ટ વેબસાઇટ કે એપ પર કાર્ડ સેવા કરવાનો વિકલ્પ આપવામાં તેમજ આરબીઆઈનું પાલન કરવાની સાથે સલામત રીતે કાર્ડ પેમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં મદદ કરશે. આ જોડાણ સાથે કેશફ્રી પેમેન્ટ્સ તમામ મુખ્ય કાર્ડ નેટવર્ક જેમ કે રુપે, માસ્ટરકાર્ડ અને વિઝાની જેમ સર્ટિફાઇડ અને કમ્પ્લાયન્ટ પેમેન્ટ ટોકનાઇઝેશન સર્વિસ પ્રોવાઇડર બની છે.
ટોકન વોલ્ટ તમામ મુખ્ય પ્રકારના કાર્ડને સપોર્ટ કેર છેઃ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, પ્રીપેઇડ કાર્ડ અને કોર્પોરેટ કાર્ડ. વ્યવસાયો સિંગલ ઇન્ટિગ્રેશન સાથે તેમના પ્લેટફોર્મ સાથે ટોકન વોલ્ટ એપીઆઈને ઇન્ટિગ્રેટ કરી શકે છે. એકવાર ઇન્ટિગ્રેશન થયા પછી કેશફ્રી પેમેન્ટ્સ સેવ થયેલા કાર્ડની કામગીરી અને પેમેન્ટ પ્રોસેસિંગ એમ બંનેની કાળજી રાખે છે.
કેશફ્રી પેમેન્ટ્સના સીઇઓ અને સહ-સ્થાપક આકાશ સિંહાએ કહ્યું હતું કે, “અમને રુપે કાર્ડ્સ માટે ટોકનાઇઝેશનને સક્ષમ બનાવવા એનપીસીઆઈ સાથે જોડાણ કરવાની અને અમારા મર્ચન્ટ્સને સલામત અને નિયમોનો અનુકૂળ પેમેન્ટ ઇન્ફ્લો સિસ્ટમ સાથે સક્ષમ બનાવવાની ખુશી છે.,
કેશફ્રી પેમેન્ટ્સમાં અમારા મર્ચન્ટ્સને સરળ, સલામત અને સાતત્યપૂર્ણ અનુભવ પ્રદાન કરવામાં મદદરૂપ થવા ઇનોવેટિવ અને અસરકારક સોલ્યુશન્સ ઊભા કરવા ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમારો વ્યવસાય, ઉત્પાદનો, વિઝન અને મિશન ડિજિટલ અને સર્વસમાવેશક ભારતીય અર્થતંત્રને ટેકો આપે છે.”
એનપીસીઆઈના ફિનટેક સોલ્યુશન્સના હેડ ગૌરિશ કોરગાંવકરે કહ્યું હતું કે, “રુપે કાર્ડ્સ પર ટોકનાઇઝેશન સોલ્યુશન્સ પ્રદાન કરવા કેશફ્રી પેમેન્ટ્સ સાથે આ જોડાણ કાર્ડધારકોને શ્રેષ્ઠ સલામતી દ્વારા પેમેન્ટનો સાતત્યપૂર્ણ અનુભવ આપવા સક્ષમ બનાવશે.
અમારું માનવું છે કે, આ સંપૂર્ણ ડિજિટલ પેમેન્ટ વાતાવરણને વધારે મજબૂત કરવાની દિશામાં એક વધુ પગલું છે, જેમાં સલામત અને સુરક્ષા વધી છે. અમને ખાતરી છે કે, આ પહેલ ડિજિટલ ઇકોસિસ્ટમમાં આરબીઆઈની ડેડલાઇનને પૂર્ણ કરવા વિવિધ મર્ચન્ટ્સને મદદરૂપ થશે.”
આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ, 1 જુલાઈ, 2022થી કોઈ વ્યવસાય કે પેમેન્ટ એગ્રીગેટર્સ તેમના પ્લેટફોર્મ પર ગ્રાહકના કાર્ડની વિગતો સેવ નહીં કરી શકે. કાર્ડની વિગતો કાર્ડ નેટવર્ક્સ કે ઇશ્યૂ કરનાર બેંક જ સેવ કરી શકે છે. કાર્ડ ટોકનાઇઝેશન કાર્ડ નંબર અને કાર્ડ ટોકન તરીકે સંદર્ભિત ક્રિપ્ટોગ્રાફિકલી જનરેટેડ રેન્ડમ સ્ટ્રિંગ સાથે કાર્ડ એક્સપાયરી જેવી સંવેદનશીલ કાર્ડ ઇન્ફોર્મેશનને બદલવાની પ્રક્રિયા છે.
એક વાર કાર્ડનું ટોકનાઇઝેશન થયા પછી જનરેટ થયેલા કાર્ડ ટોકનનો ઉપયોગ કાર્ડની વિગતોના વિકલ્પ સ્વરૂપે પ્રોસેસિંગ પેમેન્ટ માટે થઈ શકશે, જેથી કાર્ડ પેમેન્ટ સમયે કાર્ડની સંવેદનશીલ માહિતી ગુમાવવાનું જોખમ દૂર થાય છે.
કેશફ્રી પેમેન્ટ્સ ડિસેમ્બર, 2021માં એના ટોકનાઇઝેશન સોલ્યુશન સાથે લાઇવ થનાર ઉદ્યોગમાં પ્રથમ થોડી કંપનીઓમાં સામેલ હતી.
પેમેન્ટ પ્રોસેસર્સ વચ્ચે 50 ટકાથી વધારે બજારહિસ્સા સાથે કેશફ્રી પેમેન્ટ્સ અત્યારે ભારતમાં એના પ્રોડક્ટ પેઆઉટ્સ સાથે બલ્ક વિતરણમાં મોખરે છે. તાજેતરમાં ભારતની સૌથી મોટી બેંક એસબીઆઈએ કંપનીની મજબૂત પેમેન્ટ ઇકોસિસ્ટમ ઊભી કરવામાં ભૂમિકાને ધ્યાનમાં લઈને કેશફ્રી પેમેન્ટ્સમાં રોકાણ કર્યું હતું.
કેશફ્રી પેમેન્ટ્સ મુખ્ય પેમેન્ટ્સ અને બેંકિંગ માળખું ઊભું કરવા તમામ અગ્રણી બેંકો સાથે ગાઢ જોડાણ સ્થાપિત કરીને કામ કરે છે, જે કંપનીના ઉત્પાદનોને સક્ષમ બનાવે છે અને શોપિફાય, વિક્સ, પેપાલ, એમેઝોન પે, પેટીએમ અને ગૂગલ પે જેવા મુખ્ય પ્લેટફોર્મ સાથે ઇન્ટિગ્રેટ પણ કરે છે. ભારત ઉપરાંત કેશફ્રી પેમેન્ટ્સના ઉત્પાદનોનો ઉપયોગ અમેરિકા, કેનેડા અને યુએઇ સહિત અન્ય આઠ દેશોમાં થાય છે.