અમદાવાદ જિલ્લામાં 5 બાળકોને આ યોજના હેઠળ આરોગ્ય, શિક્ષણ અને આર્થિક સહાયના લાભ મેળવી રહ્યા છે
કોરોના મહામારીમાં માતા-પિતા ગુમાવનાર બાળક માટે વડાપ્રધાનશ્રી દ્વારા ૨૯ મે ૨૦૨૧ ના રોજ ‘’પીએમ કેર ફોર ચિલ્ડ્રન’’ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો ઉદેશ કોવિડ-૧૯ મહામારીના કારણે જે બાળકોએ માતા-પિતા ગુમાવ્યા છે આવા બાળકોને આરોગ્ય વીમા,શિક્ષણ અને આર્થિક સહાય દ્વારા તેને સક્ષમ બનાવવા અને આત્મનિર્ભર બનાવવા સજ્જ કરવા માસિક સહાય અને ૨૩ વર્ષેની ઉમરે રૂપિયા ૧૦ લાખની સહાય અપાશે.
જે અંતર્ગત અમદાવાદ જિલ્લામાં ૦૫ બાળકોને આ યોજના હેઠળ આરોગ્ય, શિક્ષણ અને આર્થિક સહાયના લાભ મેળવી રહ્યા છે.
પી.એમ.કેર્સના બાળકોની ૧૮ વર્ષની ઉંમર થાય ત્યાં સુધી કેન્દ્ર સરકારની સ્પોન્સરશીપ યોજના અંતર્ગત માસિક રૂા.૨૦૦૦ તેમજ દર વર્ષે રૂા.૨૪,૦૦૦ હજારની સહાય ચૂકવવામાં આવે છે. અનાથ થયેલ બાળકોને એક્સ ગ્રેટિયા સહાય અંતર્ગત રૂ.૫૦,૦૦૦ ચૂકવવામાં આવેલ છે.
પીએમ કેર્સના બાળકોને પ્રી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવામાં આવેલ છે. પી.એમ.કેર્સના બાળકોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવેલ છે અને તેમને ૫ લાખ રૂપિયાનો હેલ્થ વીમા કવર મળશે. મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત અનાથ બાળકોને માસિક રૂ.૪૦૦૦ લેખે વાર્ષિક ૪૮,૦૦૦ ડી.બી.ટી. દ્વારા તેમના સીધા જ બેંક ખાતા સહાય ચૂકવવામાં આવે છે.