આણંદમાં એસપી યુનિવર્સિટીએ બે કોલેજને નોટીસ પાઠવતા શિક્ષણજગતમાં ખળભળાટ

આણંદ,વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીની બુધવારના રોજ યોજાયેલી સિન્ડીકેટ સભામાં ફિઝીયોથેરાપીનો અભ્યાસક્રમ ચલાવતી બે કોલેજને નોટીસ આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ બન્ને કોલેજે અભ્યાસક્રમ શરૂ કરી દીધો હતો. પરંતુ હોસ્પિટલ સાથે કોઇ પણ પ્રકારનો કરાર કર્યો નહતો. જે યુનિવર્સિટીના સ્થળ તપાસમાં ખુલ્યું હતું.
આ રિપોર્ટ આધારે સિન્ડીકેટ સભામાં બન્ને કોલેજને નોટીસ આપી કાર્યવાહી કરવા પગલાં ભરવાનો ર્નિણય લેવામાં આવતા શિક્ષણજગતમાં ખળભળાટ મચી ગયો છે. જ્યારે અન્ય મંડળો દ્વારા ચલાવાતી લાલીયાવાડીમાં પણ તેની ઘેરી અસર પહોંચી છે.વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીની બુધવારના રોજ સિન્ડીકેટ સભા મળી હતી. આ સભામાં વિવિધ ૩૧ બાબતે ર્નિણય લેવામાં આવ્યાં હતાં.
જેમાં કનેરાની દાલીયા ફિઝીયોથેરાપી કોલેજ અને આમસરણની એમ.એમ.શાહ ફિઝીયોથેરાપી કોલેજમાં જૂન-૨૦૨૦ અને જૂન-૨૦૨૧થી નાણાકીય ર્સ્વનિભરતા ધોરણે બેચરલ ઓફ ફિઝીયોથેરાપીનો સ્નાતક અભ્યાસક્રમ શીખવવા એક વર્ષ માટે ચાલુ જાેડાણ આપવા સેનેટે નક્કી કરેલી શરતોનું કોલેજે પરિપાલન કર્યું છે કે કેમ? તે અંગે તપાસ કરતા બન્ને કોલેજ દ્વારા કોઇ હોસ્પિટલ સાથે એમઓયુ કરવામાં આવ્યા ન હોવાનું ખુલ્યુ હતું.
આથી, સમિતિના રિપોર્ટ આધારે આ બન્ને કોલેજને નોટીસ આપવામાં આવશે. આ સિન્ડીકેટ સભા પ્રોફેસરની ભરતી, ઓનલાઇન સેન્ટ્રલાઇઝડ પ્રવેશ પ્રક્રિયાના નિયમો સહિત વિવિધ મુદ્દે ર્નિણયો લેવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પેમેન્ટની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓ ઘરે બેઠાં જ તેની ફિ વધી ભરી શકશે. આ અંગે સિન્ટીકેડમાં ર્નિણય કરવામાં આવ્યો છે.
સરદાર પટેલ યુનિવર્સિટીમાં લાંબા સમયથી રજીસ્ટ્રાર, સબ સરજીસ્ટ્રારની મહત્વની જગ્યા ઇન્ચાર્જથી ચાલતી હતી. જેની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જેમાં રજીસ્ટ્રાર તરીકે ડો. ભાઇલાલ પી. પટેલની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત ડેપ્યુટી રજીસ્ટ્રારમાં સૂર્યકાંતભાઈ પરીખ અને ડો. બિરજ પટેલની પસંદગી કરવામાં આવી છે.
સરદાર પટેલ યુનિવર્સિટીની સિન્ડીકેટ બેઠકમાં અન્ડર ગ્રેજ્યુએટ માટેની એન્ટ્રસ ટેસ્ટ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. યુજીસીની ગ્રાન્ટ મેળવતી સેન્ટ્રલ યુનિવર્સિટીમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટરન્સ ટેસ્ટનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. જેની સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સૈદ્ધાંતિક મંજૂર આપવામાં આવી છે. આગામી વરસોમાં પ્રવેશ પ્રક્રિયા સમયે ટેસ્ટ લેવામાં આવશે. જેના મેરિટ પર જે તે વિદ્યાર્થીને કોલેજ અને યુનિવર્સિટી ફાળવવામાં આવશે.hs3kp