કેન્દ્રએ એજન્સીને બનાવટી કેસો તૈયાર કરવાનો આદેશ અપાયા
નવી દિલ્હી, દિલ્હીના સ્વાસ્થય મંત્રી અને નાયબ પ્રધાન મનીષ સિસોદિયા ઉપર મની લોન્ડરિંગનો આરોપ લાગતા તેમની ધરપકડ કરવામાં આવી છે. આ મુદ્દે સીએમ અરવિંદ કેજરીવાલે ગુરૂવારના રોજ પ્રેસ કોન્ફરન્સ યોજીને કેન્દ્ર સરકાર ઉપર નિશાન તાકતા કહ્યું હતું કે, ‘મારી પ્રધાનમંત્રીને હાથ જાેડીને વિનંતી છે કે તેઓ આપના નેતાઓને એક પછી એક જેલમાં પૂરવાની જગ્યાએ બધાં જ મંત્રીઓ અને સાંસદોને એક સાથે જ જેલમાં પૂરી દે. તમામ એજન્સીઓને કહી દો કે એક સાથે જ બધી તપાસ કરી દે.
તમે એક એક મંત્રીની ધરપકડ કરો છો તેનાથી પ્રજાના કાર્યો અટકે છે.’ અરવિંદ કેજરીવાલે પોતાનો પક્ષ રજૂ કરતાં જણાવ્યું હતું કે, ‘મને લાગે છે કે સરકાર સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયાને બનાવટી કેસમાં જેલમાં પૂરીને દિલ્હીમાં શિક્ષણ અને હેલ્થના ક્ષેત્રમાં થતાં સારા કાર્યોને રોકવા માગે છે પરંતુ ચિંતા ન કરો હું આવું નહિં થવા દઉ. બધાં જ સારા કાર્યો થતા રહેશે.’કેજરીવાલે આગળ કહ્યું હતું કે, હવે મનીષ સિસોદિયાને નિશાન બનાવવાની તૈયારી છે. આગળ કહ્યું કે, ‘મેં થોડા મહિનાઓ પહેલા કહ્યું હતું કે કેન્દ્ર સરકાર બનાવટી કેસમાં સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવા જઈ રહી છે.
વિશ્વસનીય સૂત્રોએ મને જણાવ્યું છે કે, ટૂંક સમયમાં મનીષ સિસોદિયાની પણ ધરપકડ થઈ શકે છે. કેન્દ્ર સરકારે તમામ એજન્સીઓને બનાવટી કેસો તૈયાર કરવાનો આદેશ આપ્યો છે.’કેજરીવાલે મનીષ સિસોદિયા વિશે જણાવતાં કહ્યું કે, ‘સિસોદિયા ભારતની શિક્ષણ ક્રાંતિના જનક છે, સ્વતંત્ર ભારતના ઈતિહાસના કદાચ તેઓ સૌથી સારા શિક્ષણ મંત્રી છે. દિલ્હીની સરકારી શાળાઓમાં ૧૮ લાખ બાળકો ભણે છે મનીષજીએ આ બાળકોને સુવર્ણ ભવિષ્યની આશા આપી છે. મને એ ખબર નથી કે જૈન અને સિસોદિયાને જેલમાં મોકલવા પાછળ સરકારની શું રાજનીતિ છે, પરંતુ આ રાજનીતિથી માત્ર દેશને નુકસાન થશે.’
આ અગાઉ કેજરીવાલે કહ્યું હતું કે, મે જાતે જ આ કેસના દસ્તાવેજાે જાેયા હતા. આ આખો કેસ નકલી છે. જાે આ આરોપોમાં ૧ ટકો પણ સત્યતા હોત તો હું બહું પહેલા જ કાર્યવાહી કરી ચુક્યો હોત. અમારી સરકાર ઈમાનદાર છે. અમે ભ્રષ્ટાચાર કરતા પણ નથી અને ચલાવતા પણ નથી. આ અગાઉ તમે પંજાબમાં જાેયું હશે કે એક મંત્રીની (સિંગલા) ઑડિયો રેકોર્ડિંગ સામે આવી હતી જેના વિશે કોઈ એજન્સી, વિપક્ષ કે મીડિયાને ખબર ન હોવાથી અમે આ મામલો દબાવી શકતા હતા. તેમ છતાં અમે જાતે જ તે મંત્રી સામે એક્શન લઈને તેમની ધરપકડ કરાવી હતી.SS2KP