કે.રાજેશના બેંક લોકરમાંથી ૫ કરોડ રોકડા મળી આવ્યા
અમદાવાદ, ગુજરાતના ૨૦૧૧ની બેચના આઈએએસ અધિકારી અને સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર અને રાજ્ય સરકારમાં મહત્વની જવાબદારી ભજવનારા આઈએએસ કે. રાજેશે લાંચ સહિતના ખોટા કામ કરીને સરકારી પદનો દુરોપયોગ કર્યાનું સામે આવ્યું હતું. હવે તપાસ દરમિયાન મોટા ધડાકા થયા છે. સીબીઆઈ દ્વારા કરાઈ રહેલી તપાસમાં સુરેન્દ્રનગરની નેશનલાઈઝ બેંકમાં આવેલા રાજેશના લોકરની તપાસ કરતા તેમાંથી ૫ કરોડ રૂપિયા કેશ અને અન્ય કિંમતી વસ્તુઓ મળી આવ્યા છે. આ કેસ તથા કિંમતી વસ્તુઓ કબજે લઈને વધારે તપાસ કરવામાં આવી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે તપાસ એજન્સીએ આ કેસમાં ૩૦ ડિસેમ્બર ૨૦૨૧માં પ્રાથમિક તપાસ શરુ કરી હતી. તેના એક અઠવાડિયા પહેલા રાજેશના સાથી- કે જેઓ મોરબીના એક નેતાના ભત્રીજા પણ છે- તેમણે કેટલાક રૂપિયા આઈએએસ અધિકારીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. જ્યારે સીબીઆઈ દ્વારા તપાસ શરુ કરવામાં આવી તો ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા અને તેને વહીવટીતંત્રના ખર્ચ તરીકે દર્શાવવામાં આવ્યા હતા અને જેને લોકરમાં મૂકી દેવામાં આવ્યા હતા.આ પછી, લોકરમાંથી રૂપિયા કાઢવામાં આવ્યા નહોતા, આ લોકરમાં કેટલોક કિંમતી સામાન પણ હતો.
દિલ્હીના સીબીઆઈના અધિકારીઓએ તપાસ અંગે માહિતી આપી પરંતુ લોકરની અન્ય વસ્તુઓ અંગે ફોળ પાડવામાં આવી નથી. દિલ્હીના સીબીઆઈ યુનિટ દ્વારા કે જાેઈન્ટ સેક્રેટરી જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ (જીએડી) કે રાજેશ અને રફીક મેમણ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. રફીક મેમણ સુરતમાં ગાર્મેન્ટ સ્ટોરનો માલિક છે. જેની આઈએએસ અધિકારી રાજેશના કથિત મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવી છે.આ કેસમાં સીબીઆઈ દ્વારા રફીક મેમણની ધરપકડ કરી લેવામાં આવી છે જાેકે, હજુ સુધી આઈએએસ અધિકારીની ધરપકડ થઈ શકી નથી.
કે રાજેશ સામે ખોટી રીતે હથિયારના લાઈસન્સ આપવાની, જમીન ફાળવણી, સરકારી જમીન પર ગેરકાયેદસર દબાણ સહિતની બાબતોમાં લાંચ લીધી હોવાના ગુનામાં ફરિયાદ નોંધી છે.SS2KP