Western Times News

Gujarati News

યુવા નેતા હાર્દિક પટેલનો ભાજપમાં દબદબાભેર પ્રવેશ

અમદાવાદ, ૨૮ વર્ષના યુવા નેતા હાર્દિક પટેલે ભાજપમાં જાેડાતા પહેલા જ ખુશી વ્યક્ત કરતા રાષ્ટ્ર સેવાના ભગીરથ કાર્યમાં નાનો સિપાહી બનીને કામ કરીશ તેમ જણાવ્યું છે, આ સાથે હાર્દિકે દરેક સમાજ કે રાજકીય જીવનની અંદર દરેક વ્યક્તિનો એક ઉદ્દેશ્ય હોય છે કે રાષ્ટ્રની સેવા થાય.. પ્રદેશની સેવા થાય.. જનતાની સેવા થાય.. સમાજની સેવા થાય.. આ ચારેય મુદ્દા સાથે આજે એક નવા અધ્યાયની શરુઆત કરવા જઈ રહ્યો છું. હાર્દિકે પટેલે ભાજપમાં જાેડાતા પહેલા એસજીવીપીમાં સાધુ સંતોના આશિર્વાદ લીધા હતા. અને આ પછી રોડ-શો દ્વારા શક્તિ પ્રદર્શન પણ કર્યું છે.

હાર્દિક પટેલે ભાજપમાં જાેડાતા પહેલા કમલમ પહોંચવા માટે જાેરદાર શક્તિ પ્રદર્શન પણ કર્યું છે. જેમાં મોટી સંખ્યામાં હાર્દિકના તથા ભાજપના સમર્થકો જાેડાયા છે.હાર્દિકે ટ્‌વીટ કરીને વડાપ્રધાન મોદીના કામની પ્રશંસા કરી અને મીડિયા સમક્ષ આવીને પણ જણાવ્યું કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્રસેવાના ભગીરથ કાર્યમાં રામસેતુની ખિસકોલી બનીને આ સેવામાં સહયોગ આપવાનો પ્રયાસ કરીશું. હાર્દિકે જણાવ્યું કે, કોંગ્રેસ અને અન્ય પક્ષના નારાજ નેતાઓને ભાજપમાં લાવીશ અને કોંગ્રેસથી નારાજ એમએલએ, જિલ્લા પ્રમુખો, નગરસેવોકો ભાજપમાં જાેડાશે.

હાર્દિક પટેલના સ્વાગત માટે કમલમથી ગાંધીનગર તરફ અને અમદાવાદ તરફ જતા રોડ પર પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા. એક સમયે હાર્દિક સામે સરકારે દેશદ્રોહનો કેસ દાખલ કર્યો હતો જ્યારે આજે હાર્દિકના જે પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે તેમાં તેમને રાષ્ટ્રપ્રેમી યુવા નેતા ગણાવવામાં આવ્યા છે. એક અન્ય પોસ્ટરમાં હાર્દિકને યુવા હૃદય સમ્રાટ ગણાવ્યા છે.આંદોલનથી જન્મેલા હાર્દિક પટેલે કોંગ્રેસ સાથે જાેડાઈને રાજકારણની શરુઆત કરી હતી. પરંતુ સમય જતા કોંગ્રેસમાં જે ઉદ્દેશ્ય સાથે હાર્દિક પટેલ જાેડાયા હતા તે પૂર્ણ ના થતા તેમણે રાજીનામું આપ્યું હતું.

હાર્દિકે રાજીનામું આપવાની સાથે કોંગ્રેસમાં ચાલતા ડખા અને હાઈકમાન્ડ સુધી ગુજરાતની વાત પહોંચાડવામાં આવતી ના હોવાના મોટા ખુલાસા કર્યા હતા.હાર્દિક પટેલની ભાજપમાં એન્ટ્રી માટે અહીં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને હાર્દિકના સમર્થકો ઉમટી રહ્યા છે. બસોમાં કાર્યકર્તાઓને ભરીને કમલમ ખાતે લાવવામાં આવી રહ્યા છે.કોંગ્રેસના પૂર્વ મહિલા યુવા નેતા શ્વેતા ભ્રહ્મભટ્ટે કેસરિયા કરી લીધા છે. તેઓ વિધિવત રીતે ભાજપમાં જાેડાઈ ગયા છે. આમ આજે ભાજપમાં આવીને બે યુવાન નેતા પોતાની નવી ઈનિંગ્સ શરુ કરી રહ્યા છે.

શ્વેતાએ પણ કોંગ્રેસ પ્રત્યે પોતાનો અણગમો પ્રગટ કર્યો હતો અને વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત બાદ તેમના પર થયેલી ટિપ્પણી અંગે નિંદા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે અસંતોષ વ્યક્ત કરવા માટે પણ ભાષાની પસંદગી યોગ્ય હોવી જાેઈએ. આ સિવાય પાર્ટીમાં તેમને કામગીરી સોંપાય તો સતત નાનું રાજકારણ રમતા હોય છે. વર્ષ ૨૦૧૭માં શ્વેતાને કોંગ્રેસે મણિનગર બેઠકની ટિકિટ પણ આપી હતી. તેઓ યુવા અને શિક્ષિત મહિલા હોવાથી તેમને સીધી ટિકિટ આપવામાં આવી હતી.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.