દેશમાં કોવિડ-૧૯ના કુલ ૩,૭૧૨ નવા કેસ નોંધાયા
કોરોના વાયરસ સંક્રમણના કારણે વધુ પાંચ મૃત્યુ પછી ભારતમાં મૃત્યુઆંક વધીને ૫,૨૪,૬૪૧ થઈ ગયો છે
નવી દિલ્હી, દેશમાં આજે ૨જી જૂને એક દિવસમાં કોવિડ-૧૯ના ૩,૭૧૨ નવા કેસ નોંધાયા બાદ દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૪,૩૧,૬૪,૫૪૪ થઈ ગઈ છે. આ સાથે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને ૧૯,૫૦૯ થઈ ગઈ છે.
આજે ૨જી જૂને ગુરુવારે સવારે ૮ વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ અપડેટ ડેટા અનુસાર, કોરોના સંક્રમણના કારણે વધુ પાંચ મૃત્યુ પછી ભારતમાં મૃત્યુઆંક વધીને ૫,૨૪,૬૪૧ થઈ ગયો છે.
દેશમાં કોવિડ-૧૯ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને ૧૯,૫૦૯ થઈ ગઈ છે, જે કુલ કેસના ૦.૦૫ ટકા છે. છેલ્લા ૨૪ કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં એટલે કે એક્ટિવ કેસમાં ૧,૧૨૩નો વધારો નોંધાયો છે. દર્દીઓનો રાષ્ટ્રીય રિકવરી રેટ ૯૮.૭૪ ટકા છે.ss3kp