નવી શિક્ષણ નીતિ અંતર્ગત કેન્દ્ર પીએમ શ્રી શાળાઓ શરૂ કરશે

પ્રતિકાત્મક
ગાંધીનગર, નવી શિક્ષણ નીતિના ભાગરૂપે ભવિષ્યની જરૂરીયાતોને ધ્યાનમાં લઇ કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં નવી સરકારી શાળાઓ શરૂ કરશે અને આ શાળાઓને પીએમ શ્રી શાળા તરીકે ઓળખવામાં આવશે એવી જાહેરાત કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે ગાંધીનગર ખાતે કરી હતી. ગાંધીનગર ખાતે દેશભરની રાજ્ય સરકારોના શિક્ષણ મંત્રીઓની પરિષદમાં ભાગ લેતા મંત્રીએ આ જાહેરાત કરી હતી.
“ભારત એક જ્ઞાન આધારિત અર્થતંત્ર બને તેનો પાયો શાળાકીય શિક્ષણ રહેશે. પીએમ શ્રી શાળાઓ ભવિષ્યના વિધાર્થીઓની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સુસજ્જ હશે,” એમ પ્રધાને જણાવ્યું હતું.“૨૧મી સદી માટે જરૂરી જ્ઞાન અને કુશળતાથી આગામી પેઢીને અળગી કરી શકાય નહી. હું દરેક મંત્રીઓ અને રાજ્ય સરકારોને આ નવી શિક્ષણ પદ્ધતિ અને પીએમ શ્રી શાળા માટે જરૂરી સૂચનો આપવા માટે અરજ કરું છું,” એમ મંત્રીએ પરીષદને સંબોધન કરતા ઉમેર્યું હતું.
નવી શિક્ષણ નીતિ અનુસાર ૫ ૩ ૩ ૩ સીસ્ટમ અનુસાર શિક્ષણ આપવામાં આવશે જેમાં શાળા પહેલાથી લઇ માધમિક શિક્ષણ, શિક્ષકોને તાલીમ, વયસ્કોને શિક્ષણ, શાળાનું ભણતર અને કુશળતાનો સંયોગ જેવી ચીજાેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આગામી ૨૫ વર્ષ ભારતને જ્ઞાન આધારિત અર્થતંત્ર માટે તૈયાર કરવા માટે મહત્વના સાબિત થશે એવું મંત્રીએ જણાવ્યું હતું.ss3kp