રાજ્યના IT-ITES સેક્ટરમાં યુવાઓને રોજગાર મળશે: એનાલીટીકસ બિઝનેસ સોલ્યુશન્સ અને સાયન્સ ટેક્નોલોજી વિભાગ વચ્ચે MoU

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અને એનાલિટીકસ બિઝનેસ સોલ્યુશન્સ ઇન્ડીયા પ્રાયવેટ લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં MoU કરવામાં આવ્યા છે.
આ MoU અન્વયે આગામી પાંચ વર્ષમાં રૂ. રપ૦ કરોડના સુચિત રોકાણ સાથે એનાલિટીકસ સોલ્યુશન્સ રાજ્યમાં ૧પ૦૦થી ર હજાર જેટલા યુવાઓને IT અને ITES સેક્ટરમાં કૌશલ્યવર્ધનથી રોજગાર અવસર ઉપલબ્ધ કરાવશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજ્ય સરકારે તાજેતરમાં IT અને ITES પોલિસી ર૦રર-ર૭ જાહેર કરેલી છે.
આ પોલિસીનો હેતુ રાજ્યમાં આ બેય ક્ષેત્રોમાં યુવાશક્તિના કૌશલ્યને નિખાર આપી રોજગારી તથા નાના મોટા સ્જીસ્ઈ દ્વારા આર્ત્મનિભર બનાવવાનો છે. એટલું જ નહિ, એકાઉન્ટીંગ એન્ડ ફાયનાન્સ, હેલ્થકેર, એવી એન્ડ ઇ.એસ.એસ, એચ.આર,
ડેટા મેનેજમેન્ટ સર્વિસીસ જેવા ક્ષેત્રોમાં IT અને ITESનો મહત્તમ ઉપયોગ કરવામાં આપણે આ નવી પોલિસીમાં પ્રોત્સાહનો જાહેર થયેલા છે. ગુજરાત સરકાર સાથે કરેલા આ MoU અંતર્ગત એનાલીટીકસ બિઝનેસ સોલ્યુશન્સ રાજ્યની અગ્રણી યુનિવર્સિટીઝ સાથે ટાઇ અપ કરીને ITES સેક્ટરમાં પ્રતિભાવાન યુવાઓ માટે વધુ રોજગાર સર્જન માટે કેરિયર કાઉન્સેલીંગ કરશે.
આ MoU ર૧મી સદીમાં ગુજરાતે આઉટ સોર્સીંગ અને નોલેજનું મોટું હબ બનાવી આર્ત્મનિભર ગુજરાતથી આર્ત્મનિભર ભારતના નિર્માણની દિશામાં મહત્વપૂર્ણ બનશે. રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી જીતુ વાઘાણી ,શિક્ષણ રાજ્ય મંત્રી કુબેરભાઈ ડીન્ડોર,
મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જાેશી અને કંપની ના એમ.ડી સતીષ પટેલની ઉપસ્થિતીમાં આ MoU પર રાજ્ય સરકારના સાયન્સ-ટેક્નોલોજી સચિવ વિજય નહેરા એ અને એનાલિટીકસ બિઝનેસ સોલ્યુશન્સ વતી કંન્ટ્રીહેડ અને પ્રેસિડેન્ટ શ્રી રાજીવ ભાટિયાએ હસ્તાક્ષર કર્યા હતા.ss3kp