શહેરાના લાભી ગામે કુવામાંથી પરણિત યૂવતીની લાશ મળી આવતા ચકચાર

શહેરા,શહેરા તાલૂકાના લાભી ગામે એક કુવામાંથી સૂરેલી ગામની પરણિતાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.સ્થાનિક ગ્રામજનોએ શહેરા પોલીસને જાણ કરી હતી.લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી હતી.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલૂકાના લાભી ગામ અને હોસેલાવ ગામની સીમ પર આવેલા એક કૂવામા યુવતીની લાશ જોવા મળતા ગામના અગ્રણીઓ એકઠા થઈ ગયા હતા.અને શહેરા પોલીસને જાણ કરી હતી.શહેરા પોલીસની ટીમ આવી પહોચી હતી.અને લાશને ગ્રામજનોની મદદથી બહાર કાઢી હતી.
જે યુવતીની લાશ મળી આવી એ યુવતી કોણ હતી તેને લઈને પોલીસ અને ગ્રામજનો પણ મુંઝવણમાં પડ્યા હતા.સોશિયલ મિડીયામા ફોટા વાયરલ થતા સલામપુરા ગામની અને સુરેલી ખાતે લગ્ન કર્યા હોવાનૂ જાણવા મળ્યુ હતૂ.આ પરણિતા અહી કૂવામા કેવી રીતે પડી તેને લઇને પણ અનેક તર્કવિર્તક સર્જાયા હતા.સલામપુરા ગામે રહેતા પરણિતાના પિતા સહિતના અન્ય પરિવારજનો પણ લાભી ખાતે દોડી આવ્યા હતા.
મરણજનાર યુવતીને દોઢ વર્ષનો દિકરો હોવાનુ પણ પરિવારજનો પાસેથી જાણવા મળ્યુ છે.અને પોતાની દીકરી મૃત અવસ્થામાં જોતા ચોંધાર આંસુએ રડી પડતા ગમનો માહોલ સર્જાયો હતો.બનાવને લઈને લાશને પોસ્ટમોર્ટમ માટે લઈજવાની જવાની હાથ ધરી વધુ કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.