તારક મહેતા પર સવાલ પૂછાતા જ વાત અધૂરી મૂકી ચાલતો થયો જેઠાલાલ

મુંબઈ, વાગલે કી દુનિયામાં શ્રીનિવાસ વાગલેનો રોલ કરતાં એક્ટર અંજન શ્રીવાસ્તવનો આજે ૨ જૂનનાં ૭૪મો બર્થ ડે છે. પણ તેમનાં જન્મ દિવસની પાર્ટી ગત રોજ ઉજવવામાં આવી હતી. જેમાં ટીવીની દુનિયાનાં મોટા મોટા સ્ટાર્સ હાજર રહ્યાં હતાં. તેમાં અંજન શ્રીવાસ્તવનાં જન્મ દિવસે ખાસ બનાવવાં દિલીપ જાેશી એટલે કે જેઠાલાલે પણ હાજરી આપી હતી. ટીવી શો તારક મેહતા હજુ પણ દર્શકોનું પસંદિદા છે.
નાના બાળકોથી લઇ મોટેરા સૌ કોઇ તેને જાેવાનું પસંદ કરે છે ત્યારે હવે આ શોમાંથી તેનાં સૂત્રધાર તારક મેહતા એટલે કે શૈલેષ લોઢા શૉ છોડીને જઇ રહ્યાં છે શું આ ખબર પાક્કી છે. આ સવાલનો જવાબ આપવાની જગ્યાએ દિલીપ જાેશી પ્રેસ છોડીને ચાલતી પકડી લે છે.
આ સમયે જેઠાલાલને પ્રેસ દ્વારા કેટલાંક સવાલ કરવામાં આવ્યાં હતાં. સૌ પહેલાંતો અંજન શ્રીવાસ્તવનાં ૭૪માં જન્મ દિવસ પર સવાલ કરવામાં આવ્યો હતો. જેનાં જવામાં દિલીપ જાેશીએ કહ્યું હતું કે, જુઓ ઉંમર તો માત્ર એક આંકડો છે. તેઓ આજે પણ વાગલે કી દુનિયાથી લોકોનું મનોરંજન પુરુ પાડી રહ્યાં છે.
૨૪ મિનિટનાં આ વીડિયોમાં આપ ૧૦ મિનિટ બાદથી વીડિયો જાેઇ શકો છો અને તેમાં દીલિપ જાેશી સવાલનો જવાબ આપ્યા વગર નીકળતા નજર આવે છે. શું તમે અને અંજન શ્રીવાસ્તવ બંનેએ ક્યારેય સાથે કામ કર્યું છે તેનાં જવાબમાં દીલિપ જાેશીએ કહ્યું હતું કે, અમે બંનેએ સાથે એક ફિલ્મ કરી હતી. જેનું નામ હતું ‘દિલ હૈ તુમ્હારા’ અને જેને કુંદન શાહે ડિરેક્ટ કરી હતી.
આ ફિલ્મમાં અમે આઉટડોર શૂટિંગ માટે ઘણાં દિવસો સાથે હતાં અને અમે ખુબજ મસ્તી કરી હતી. આજે એટલે કે ૨ જૂને છે. તેમની બર્થ ડે પાર્ટીમાં ‘વાગલે કી દુનિયા’ સીરિયલના હાલના કલાકારો અને ૮૦ના દશકામાં પ્રસારિત થયેલી આ જ નામની સીરિયલના કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. બર્થ ડે પાર્ટીમાં સતીશ કૌશિક, દિલીપ જાેષી સહિતના જૂના મિત્રોને મળીને અંજન શ્રીવાસ્તવ ખુશ જણાઈ રહ્યા હતા.
સાથે જ પોતાના શોને મળેલી સફળતા અંગે પણ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પાર્ટીમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ એટલે કે એક્ટર દિલીપ જાેષી પણ ઉપસ્થિત હતા. મીડિયા સાથે વાત કરતાં તેમણે અંજન શ્રીવાસ્વને શુભકામના આપી હતી.
આ સિવાય અન્ય વાતો પણ કરી હતી પરંતુ એક્ટર શૈલેષ લોઢાના ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડવાનો સવાલ પૂછાતા જ દિલીપ જાેષી ઊભા થઈને જતા રહ્યા હતા.SS1MS