Western Times News

Gujarati News

ગુજરાતમાં જાેવા મળશે થંડર સ્ટ્રોમ એક્ટિવિટી

અમદાવાદ, કેરળમાં ચોમાસું પહોંચી ગયું છે અને નજીકના સમયમાં તે ગુજરાત પહોંચશે, જાેકે આ પહેલા હવામાનમાં પલ્ટો આવી રહ્યો છે. ૫ દિવસ સુધી ગરમીથી છૂટકારો મળ્યા પછી ફરી બે દિવસથી આકરો તાપ અનુભવાઈ રહ્યો છે. જાેકે, આગામી દિવસોમાં ગરમીનું જાેર ઘટવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

Thunder Storm activity will be available in Gujarat

હવે રાજ્યના કેટલાક ભાગોમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી રહેશે. આ સિવાય જાણો રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગ શું કહી રહ્યું છે. રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટીની અસર રહેશે. રાજ્યમાં ફરી એકવાર ગરમીનું પ્રમાણ વધ્યું છે જેમાં આગામી ૧-૨ દિવસમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યના કેટલાક ભાગોમાં હળવી થંડર સ્ટ્રોમ એક્ટિવિટી રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં મોટાભાગે હવામાન સૂકું રહેશે.

જાેકે, આગામી બે દિવસ સુધી ક્યાંક હળવા થંડર સ્ટ્રોમ એક્ટિવિટી રહેશે. દક્ષિણ ગુજરાતના દમણ, વલસાડ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર જેવા વિસ્તારોમાં પણ થંડર સ્ટ્રોમ એક્ટિવિટી રહેવાની સંભાવના છે. આ સિવાય તેમણે જણાવ્યું કે હવામાનમાં કોઈ મોટો ફરક હાલ થવાની સંભાવના નથી. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રી રહેવાની સંભાવના છે.

આગામી દિવસોમાં ગરમીનું જાેર ઘટવાની સંભાવના પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જાેકે, હમણાં હવામાન વિભાગ દ્વારા વરસાદ અંગે આગાહી કરવામાં આવી નથી, રાજ્યમાં આ વર્ષે ચોમાસું વહેલું આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી તેઓ માહોલ સર્જાયો નથી.

થંડર સ્ટ્રોમ એક્ટિવિટી દરમિયાન વાવાઝોડા જેવો માહોલ બને છે, હવાના દબાણમાં થનારા ફેરફારના લીધે આ સ્થિતિ સર્જાતી હોય છે. ચોમાસાના આગામન પહેલા પશ્ચિમ અને અરબી સમુદ્રથી આવતા પવનોના દબાણના લીધે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાતી હોય છે.

સમુદ્રમાં બનતા વાવાઝોડા કરતા થંડર સ્ટ્રોમની તાકાત ઓછી હોય છે. દરિયામાં ગરમ અને ઠંડી હવાના દબાણના કારણે ચક્રવાત ઉભું થાય છે અને તે લેન્ડફોલ થાય તે જગ્યાએ ભારે પવન સાથે વરસાદ થતો હોય છે. આવી સ્થિતિમાં દરિયા કાંઠાના વિસ્તારોમાં ક્યાં જ્યાં વાવાઝોડું ટકરાય છે ત્યાં હાઈ ટાઈડ પણ જાેવા મળે છે. માટે જ દરિયામાં વાવાઝોડું ઉભું થાય ત્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.