Western Times News

Gujarati News

કૌશલ્યા-ધ સ્કીલ યુનિવર્સિટી’ દ્વારા વેબ સાઈટ લોન્ચિંગ જેના દ્વારા એડમિશન પ્રોસેસની જાણકારી મેળવી શકાશે

ભારતમાં સૌ પ્રથમ  ડ્રોન પાયલોટના તાલિમાર્થિઓને  સન્માન પત્ર અપાશે

‘કૌશલ્યા – ધ સ્કીલ યુનિવર્સિટી’ દ્વારા ૬ જૂનના રોજ વેબ સાઈટ લોન્ચિંગ કાર્યક્રમ યોજાનાર છે. આ વેબસાઈટ દ્વારા વિધ્યાર્થિઓ-તાલિમાર્થિઓ વિવિધ કોર્ષમાં એડમિશનની પ્રક્રિયાથી માહિતગાર થવાની સાથે ઓનલાઈન પ્રવેશ પણ મેળવી શકશે.

દેશના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શ્રમિક કૌશલ્ય વિકાસના સ્વપ્નને સાકાર કરવા  રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ  ‘કૌશલ્યા – ધ સ્કીલ યુનિવર્સિટી’ની સ્થાપના કરાઈ છે.

ગાંધી શ્રમ સંસ્થાન ખાતે ૬ જૂનના રોજ  સવારે ૧૦ કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ  અને રોજગાર મંત્રી શ્રી બ્રીજેશ મેરઝા તથા કૌશલ્યા – ધી સ્કીલ યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ શ્રીમતી ડો. અંજુ શર્મા ખાસ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં ડ્રોન પાયલોટના તાલિમાર્થિઓને  સન્માન પત્ર પણ અપાશે. અત્રે ઉલ્લેખનીય છે કે,દેશના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ  ભારત દેશને ‘ડ્રોન હબ’ બનાવવા હાકલ કરી છે. ત્યારે ભારત દેશમાં સૌ પ્રથમ કોઈ સરકારી વિભાગે ડ્રોન ઈન્સ્ટ્રક્ટર તાલીમ પ્રોજેક્ટ કાર્યાન્વિત કર્યો છે.

અત્યાર સુધીમાં ૬૦ જેટલા લોકોને આ પ્રકારની તાલેમ હેઠળ આવરી લેવાયા છે.  આ તાલિમાર્થિઓ રાજ્યના ગામડાઓમાં જઈ વધુ ‘ડ્રોન ટ્રેઈનર” તૈયાર કરશે. ગામડાઓમાં ખેતીકામ તથા સર્વેમાં આ ડ્રોન ખુબ ઉપયોગી થનાર છે.  ૬ઠી જૂનના રોજ યોજાનાર કાર્યક્રમમાં આવા ‘ડ્રોન રજીસ્ટ્રર્ડ પાઈલોટ ટ્રેઈનીંગ’ પ્રોવાઈડર લોકોને મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે સન્માન પત્ર એનાયત કરાનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.