૨૬ જૂન ૨૦૨૨ જિલ્લાની તમામ કોર્ટમાં લોક અદાલત યોજાશે
રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ ગ્રામ્ય દ્વારા તારીખ ૨૬ જૂન ૨૦૨૨ના રોજ જિલ્લાની દરેક કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે
અને તેમાં કોર્ટમાં પેન્ડિંગ સમાધાન લાયક ફોજદારી કેશો ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ 138 અન્વયે ના ચેક બાઉન્સના કેસો, બેંકના લેણા અંગેના કેસો, વાહન અકસ્માતના કલેઈમ કેસો,
મજૂરના વિવાદના કેસો અને વીજ અને પાણી બિલના કેસો (સમાધાન પાત્ર હોય તે જ કેસો) લગ્ન વિષયક કેસો, જમીન સંપાદનના કેસો, પગાર ભથ્થા અને નિવૃત્તિ લાભો બાબતેની સર્વિસ મેટરો, દિવાની કેસો: ભાડુઆત અને મકાન માલિક વચ્ચેના દિવાની દાવાઓ, મનાઈ હુકમ દાવાઓ, સુખાધિકાર અંગેના દાવાઓ વગેરે પેન્ડિંગ કેસોમાં તથા પ્રિલીટીગેશનના કેસોમાં સમાધાનથી સુખદ નિકાલ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.
આથી,તમામ પક્ષકારો તેમજ વકીલશ્રીઓ તેમજ જુદી જુદી સંસ્થાના જવાબદાર અધિકારીઓએ આ નેશનલ લોક અદાલતમાં ભાગ લેવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ (ગ્રામ્ય) તથા દરેક જિલ્લા તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.