કોંગ્રેસને વધુ એક ફટકો, ભરતસિંહ સોલંકીએ રાજકારણમાં થોડા સમય માટે વિરામની જાહેરાત કરી
અમદાવાદ,ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ માટે કપરા ચઢાણ સાબિત થઇ રહ્યા છે. કોંગ્રેસના એક પછી એક કાંગરા ખરી રહ્યા છે. તેવામાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ અને નેતા કે હમેશા તેમના પ્રેમપ્રકરણ અને લગ્ન જીવનને લઇ વિવાદમાં રહે છે તેવા ભરતસિંહ સોલંકીએ સક્રિય રાજકારણમાંથી સન્યાસની જાહેરાત કરી છે. હાર્દિક પટેલની કોંગ્રેસમાંથી વિદાય બાદ વધુ એક દિગ્ગજ નેતાએ સન્યાસ લેવાની જાહેરાત કરતા કોંગ્રેસને ચૂંટણી પહેલા મોટો ફટકો પડ્યો છે.
અત્રે નોધનીય છે કે સોલંકી દંપતી એટલે કે ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની વંદનાબેન સોલંકી વચ્ચે છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે. અને અવારનવાર તેમના ઘરના ઝઘડા જાહેરમાં લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યા છે. તેમના આં ઝઘડાની આડ અસર કોંગ્રેસ પાર્ટી ઉપર પણ પડી રહી હતી.
જાે કે હવે આં સોલંકી દંપતીનો ઝઘડો ચરમ સીમાએ પહોંચ્યો છે. અને કોંગ્રેસના દિગ્ગજ નેતાએસક્રિય રાજકારણમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે. જાે કે તેમને કોંગ્રેસ પક્ષ છોડવાથી ઇનકાર કર્યો છે.
ધારાસભ્ય કિરીટ પટેલે ભરતસિંહ સોલંકીના રાજકીય સંન્યાસ વિશે કહ્યુ કે, તેઓ માત્ર થોડો સમય દૂર રહેવાના નથી, પરંતુ આરામ કરવાના છે. તેઓ કાયમ માટે દૂર નહિ થાય. તેઓ કોંગ્રેસ સાથે તો સંકળાયેલા જ છે. તેમણે કોંગ્રેસ પાર્ટી છોડવાની વાત નથી કરી.વાયરલ વીડિયો અંગે ભરતસિંહ સોલંકીએ ખુલાસો કરતા કહ્યુ કે, આઈસક્રીમ ખાવા માટે હું યુવતીના ઘરે ગયો હતો. જરૂર પડશે તો આ વીડિયો મુદ્દે લીગલ કાર્યવાહી થશે. ભરતસિંહના અંગત જીવનના પ્રશ્નો પૂછતા તેમના ટેકેદારો નારાજ થયા હતા, અને પત્રકાર પરિષદમાં હોબાળો મચાવ્યો હતો.
વધુમાં ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, જ્યારે મને કોરોના થયો હતો ત્યારે મારી પત્ની કહેતી હતી કે હું નહિ જીવું. મારા પિતાને ફોન કરીને કહ્યું હતું કે ભરત હવે નહિ જીવે. હું પથારીમાં હતો ત્યારે મને પૂછ્યું કે મારું શું, પ્રોપર્ટીનું શું તેમ પૂછતી હતી. હું ઑક્સિજન પર હતો ત્યારે તે મારી પાસે પ્રોપર્ટી માગતી હતી.’
તો સાથે તેમણે પોતાના વધુ એક લગ્ન અંગે પણ સાંકેતિક ભાષામાં ઈશારો કર્યો હતો. જાે કોઈ પોતાની દીકરી મારી સાથે પરણાવવા તૈયાર હોય તો મને લગ્ન કરવામાં કોઈ વાંધો નથી. હું હાલમાં મારા ડિવોર્સની રાહ જાેઈ રહ્યો છું.
અત્રે નોધનીય છે કે વાયરલ વિડીયો અનુસાર મંગળવારના રોજ ભરતસિંહના પત્ની રેશ્મા પટેલ આણંદ વિદ્યાનગર રોડ સ્થિત આશ્રય બંગલો ખાતે પહોંચ્યા હતા જ્યાં ભરતસિંહ અન્ય યુવતી સાથે જાેવા મળ્યા હતા. તે સમયે રેશ્મા પટેલે રણચંડીનું રૂપ ધારણ કરીને ભરતસિંહ અને તે યુવતીને બરાબરના હડફેટમાં લીધા હતા.
ભરતસિંહ સોલંકી સાથે જે યુવતી જાેવા મળી હતી તે વડોદરાના મહિલા કોંગ્રેસી નેતાની ભાણી હોવાની ચર્ચા ચાલી રહી છે. તેમણે વીડિયો દેખાતી યુવતીનું નામ રિદ્ધી પરમાર હોવાનું જણાવ્યુ હતું.
સાથે જ કહ્યુ કે, મારા વાયરલ વીડિયોમાં બધાએ ચલાવ્યુ કે રંગરેલિયા કર્યા. પણ હું આઈસ્ક્રીમ ખાવા ગયો હતો, તે ઘર યુવતી રિદ્ધી પરમાર હતું. ભરતસિંહ સોલંકી પ્રદેશ પ્રમુખ થી પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા માધવસિંહ સોલંકીના પુત્ર છે.
તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, મારી પત્ની રેશમાને મારી મિલકતમાં રસ છે. તેણે દોરાધાગા કરાવીને હું ક્યારે મરીશ તેવું પૂછે છે. મારી ૩૦ વર્ષની રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે પ્રયાસ કરવામાં આવે છે.
મારા વિરોધીઓને આવા વિવાદોમાં જ રસ છે. મારે હજી ત્રીજા લગ્ન કરવાના છે.હું મારા છુટા છેડાની રાહ જાેઈ રહ્યો છું.આજે મેં વિચાર કર્યો છે કે સક્રિય રાજકારણમાંથી મારે વિરામ લેવો છે. આ ર્નિણય મારો પોતાનો અંગત ર્નિણય છે.તેમણે કહ્યું હતું કે, રાજકીય રીતે ૧૯૯૨માં રાજકારણમાં આવ્યો. નાનકડા કાર્યકરથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે ઘણી જવાબદારી મળી. અમે હિંદુ ધર્મના સાચા હિમાયતી છીએ.ભરતસિંહના લગ્ન કેવા સંજાેગોમાં થયા તે બાબત પણ જાણવી જાેઈએ.
મને કોરોના થયો ત્યારે મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.મેં જેને છુટા છેડા આપવા માટે અરજી કરી તેણે મારા પિતાને કહ્યું કે હવે ભરત નહીં બચે.મને એ હોસ્પિટલમાં મળવા આવ્યા ત્યારે એક જ વાત કરતાં હતાં કે તમે મરી જશો તો મારૂ શું થશે. મારે કોઈ બાળક નથી. મારુ મૃત્યુ થાય તો મારી મિલકત તેમને જ મળવાની હતી પણ તેમને ધીરજ નહોતી.જ્યારે મારા જીવન જાેખમ આવ્યું તેમાં હું બચી ગયો અને ખબર પડી કે કોઈની સાથે લેવડ દેવડ કરી હોય તો મારે ચુકવવાની આવી હોત.HS2KP