ઉત્તરાખંડમાં પણ ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ટેક્સ ફ્રી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/06/pruthviraj-chauhan-1024x768.webp)
દહેરાદુન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ બાદ હવે ઉત્તરાખંડે પણ ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને ટેક્સ ફ્રી કરવાનો ર્નિણય લીધો છે. ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે અમે રાજ્યમાં ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને ટેક્સ ફ્રી કરવાનો ર્નિણય લીધો છે.ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે સમ્રાટ પૃથ્વીરાજ સિંહ ચૌહાણ પર બનેલી ફિલ્મ બધાએ જાેવી જાેઈએ અને પૃથ્વીરાજ સિંહ ચૌહાણનું પણ શિરચ્છેદ કરવામાં આવ્યું હતું.
આવનારી પેઢીઓએ પણ તેમની પાસેથી પ્રેરણા લેવી જાેઈએ, તેથી અમે ર્નિણય કર્યો છે કે આ ફિલ્મ ઉત્તરાખંડમાં ટેક્સ ફ્રી હશે.ગૃહમંત્રી અમિત શાહ અને યુપીના સીએમ યોગીએ પણ બોલીવુડ સ્ટાર અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ જાેઈ, ફિલ્મ જાેયા બાદ સીએમ યોગીએ યુપીમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે. આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ ગુરુવારે લખનૌના લોક ભવનમાં કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશ ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે.
ફિલ્મમાં અભિનેતા અક્ષય કુમાર અને અભિનેત્રી માનુષી છિલ્લરે કામ કર્યું છે. જ્યારે ફિલ્મ નિર્દેશક ચંદ્રપ્રકાશ દ્વિવેદીના નિર્દેશનમાં બની છે. ફિલ્મ ૩ જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.નોંધનીય છે કે રિલીઝ પહેલા જ ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને ઝટકો લાગ્યો છે. અક્ષય કુમાર ઐતિહાસિક ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’માં લીડ રોલમાં જાેવા મળશે. આ ફિલ્મ કુવૈત અને ઓમાનમાં પ્રતિબંધિત છે. ફિલ્મમાં રાજા પૃથ્વીરાજ ચૌહાણની વાર્તા દર્શાવવામાં આવી છે, જેમણે ભારતના સંરક્ષણ માટે બહાદુરીપૂર્વક લડત આપી હતી.HS2KP