Western Times News

Gujarati News

જિજ્ઞેશ મેવાણી સહિત તમામ ૧૦ લોકોના જામીન મંજૂર

મહેસાણા, મહેસાણામાં વર્ષ ૨૦૧૭માં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં પરવાનગી વિના આઝાદીકૂચ રેલી કાઢવામાં આવી હતી. જે મામલે વડગામ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, રેશમા પટેલ સહિત ૧૦ લોકોને મહેસાણા કોર્ટે ગત ૫મી મેના રોજ ૩ માસની સજા ફટકારી હતી. જાે કે, આજે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, રેશ્મા પટેલ સહિત અન્ય ૬ લોકોને કોર્ટે ગુજરાતની હદ ન છોડવાની શરતે શરતી જામીન મંજૂર કર્યા છે.

તેમજ આ કેસના તમામ લોકોને કોર્ટમાં પાસપોર્ટ જમા કરવવાનો આદેશ કર્યો છે.ઉલ્લેખનીય છે કે, મહેસાણા કોર્ટે રેલી યોજીને જાહેરનામા ભંગના કેસમાં ગત ૦૫મી મેના રોજ જિજ્ઞેશ મેવાણી સહિત તમામ ૧૦ લોકોને ૩ માસની સજા અને રૂ. ૧૦૦૦નો દંડ ફટકાર્યો હતો. ત્યારે આજે સેશન્સ કોર્ટે આ તામામ આરોપીઓના શરતી જામીન મંજૂર કર્યા છે.

જેમાં જિજ્ઞેશ મેવાણી, રેશ્મા પટેલ , કૌશિક પરમાર, સુબોધ પરમાર, અન્ય ૬ આરોપીઓને ગુજરાતની હદ ન છોડવાની શરતી જામીન આપ્યાં છે.ગુજરાતની હદ ન છોડવાની શરતે જામીન આપ્યાં છે. તેમજ આ કેસના તમામ આરોપીઓએ પોતાનો પાસપોર્ટ પોલીસમાં જમા કરાવવો પડશે૧૨ જુલાઈ, ૨૦૧૭ના રોજ ઉનાકાંડની પહેલી વરસી પર ધારાસભ્ય મેવાણી અને તેના ૧૦ સહયોગીઓએ મહેસાણાથી બનાસકાંઠાના ધાનેરા સુધી “આઝાદી કૂચ”નું નેતૃત્વ કર્યું હતું.

કનૈયા કુમાર અને રેશ્મા પટેલ પણ તેમની સાથે જાેડાયા હતા.જેને લઇને મહેસાણા પોલીસે તેમની સામે ભારતીય દંડ સંહિતાની જાેગવાઈઓ હેઠળ ગેરકાનૂની રીતે ભેગા થવાનો કેસ નોંધ્યો હતો કારણ કે તેમને માર્ચ યોજવાની પરવાનગી આપવામાં આવી ન હતી.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.