ભુજથી અમદાવાદ સીધી ફ્લાઈટની સેવાનો પ્રારંભ
ભુજ, કચ્છમાં “ઉડાન”સ્કીમ અંતર્ગત વધુ એક ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. ભુજ થી અમદાવાદ સીધી ફ્લાઈટની સેવાનો પ્રારંભ કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ કરાવ્યો હતો.સ્ટાર એરની ફ્લાઇટ શરૂ થતાં કચ્છના લોકોને પરિવહનમાં મોટી રાહત મળશે. ભુજથી અમદાવાદની પ્રથમ ઉડાનને એરપોર્ટ પર ફાયર ફાઈટરોએ વોટર સેલ્યુટ આપ્યું હતું. આપને એ પણ જણાવી દઈએ કે સ્ટાર એર દ્વારા ૫૦ સીટર વિમાનની સેવા શરૂ કરાઇ છે.
લઘુતમ ચાર્જ રૂ.૧૯૪૯ નક્કી કરવામાં આવ્યો છે.કચ્છથી અમદાવાદનું અંતર ખૂબ જ લાંબુ છે. તે વચ્ચે આજે શરૂ થયેલી આ ઉડાન યોજના કચ્છવાસીઓને ખૂબ લાભદાયક સાબિત થશે. અહીં અમદાવાદ અને અમદાવાદથી અન્ય દેશ કે રાજ્યમાં જવું સરળ બનશે. સાથે જ જાહેરાત કરતાં સાંસદ વિનોદ ચાવડાએ પણ જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં ઈમરજન્સી સારવાર માટે જાે સુવિધાની જરૂર પડશે તો ઉપયોગ કરવામાં આવશે.
એરપોર્ટ ઈન્ડિયા ઓથોરીટી દ્વારા એક એર એમ્બ્યુલન્સની સેવા પણ આપવામાં આવી છે જેમાં લિફ્ટ સહિતની તમામ હાઈટેક સુવિધા છે જેનો ફાયદો પણ મળશે.આ ફ્લાઇટ શરૂ થવાથી પ્રવાસનને પણ વેગ મળશે તે વાત પર પ્રકાશ પાડયો હતો.કચ્છમાં “ઉડાન”સ્કીમ અંતર્ગત વધુ એક ફ્લાઇટ શરૂ થઈ છે. રાજ્ય સરકારે ૬ રૂટ પર એર કનેક્ટિવિટી સ્થાપિત કરી છે જેમાં રાજકોટ-પોરબંદર, અમદાવાદ-કંડલા, સુરત-અમદાવાદ, સુરત-રાજકોટ, સુરત-અમરેલી અને સુરત-ભાવનગરનો સમાવેશ થાય છે. તેમાં હવે અમદાવાદ અને ભુજ વચ્ચેની એર કનેક્ટિવિટી સર્વિસનો આજથી પ્રારંભ થઈ ગયો છે.SS3KP