છેતરાયેલા ગ્રાહકે ૫ લાખ સુધીના દાવા માટે નહીં ચૂકવવી પડે ફી
અમદાવાદ, ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૨૦૧૯ હેઠળ ગ્રાહકોના હિતોની સુરક્ષા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ગ્રાહકો સાથે છેતરામણી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જાે ગ્રાહક સાથે છેતરપિંડી થાય તો તેઓ તરત જ કન્ઝ્યૂમર કોર્ટના દરવાજા ખખડાવી શકે છે, વહેલા-મોડા પરંતુ તેમને ન્યાય જરૂરથી મળે છે.
ગ્રાહક જે જિલ્લામાં રહેતો હોય અથવા નોકરી કરતો હોય ત્યાં પોતાની ગ્રાહક સુરક્ષાને લગતી ફરિયાદ નજીકના જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં નોંધાવી શકે છે. જાે કે, હવેથી પાંચ લાખ સુધીના દાવાની ફરિયાદ વિનામૂલ્યે નોંધાવી શકાશે.
આ માટે ગુજરાત સરકાર દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમિશનની રચના પણ કરવામાં આવી છે. જ્યારે ૫ લાખ રૂપિયાથી વધુની દાવાની રકમની ફરિયાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ નોંધાવી પડશે, જ્યાં ૧ કરોડ રૂપિયા સુધીનો દાવો કરી શકાશે.
ગ્રાહકે જાે ૧ કરોડથી ૧૦ કરોડ સુધીનો દાવો કરવાનો હોય તો તે રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ સમક્ષ ફરિયાદ નોંધાવવાની રહેશે. આ સિવાય જાે રકમ ૧૦ કરોડથી વધુ હોય તો રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ગ્રાહક ફરિયાદ કરી શકશે.
જાે સંબંધિત ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા ગ્રાહક ફરિયાદ પર આપવામાં આવેલા ર્નિણયનો પ્રતિવાદી દ્વારા વિરોધ કરવામાં આવે તો કડક સજાની પણ જાેગવાઈ છે. જેમાં ૧ મહિનાથી ૩ વર્ષ સુધીની જેલની સજા, ૨૫ હજારથી૧ લાખ સુધીના દંડનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળનો ઉદ્દેશ ગ્રાહકોના અધિકારાનો ઉલ્લંઘન સંબંધિત બાબતો, ગેરવ્યાજબી વેપારરીત તેમજ ગ્રાહકોના હિત માટે હાનિકારક હોય તેવી ખોટી અથવા ગેરમાર્ગે દોરતી જાહેરાતોનું નિયમન કરવાનો છે. કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળની સ્થાપના દિલ્હી ખાતે કરવામાં આવી છે.
https://edaakhil.nic.i હવે પોર્ટલ પર ગ્રાહક ઓનલાઈન ફરિયાદ સંબંધિત ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં નોંધાવી શકે છે તથા આ ફરિયાદ માટે ભરવાપાત્ર થતી કોર્ટ ફી પણ ઓનલાઈન આ વેબપોર્ટલ પર ભરી શકે છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૨૦૧૯ દ્વારા કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડની સ્થાપના કરવાની જાેગવાઈ કરવામાં આવી છે.SS1MS