અદાણી કેપિટલને ‘રાઈઝિંગ સ્ટાર ઓફ ધ યર 2019’- એનબીએફસી સેક્ટરનું સન્માન
મુંબઈ, અગ્રણી સમૂહ અદાણી ગ્રુપની એનબીએફસી પાંખ અદાણી કેપિટલને ઈન્ડિયા બેન્કિંગ સમિટ એન્ડ એવોર્ડસ 2019 ખાતે પ્રતિષ્ઠિત રાઈઝિંગ સ્ટાર ઓફ ધ યર 2019- એનબીએફસી સેક્ટરથી પુરસ્કૃત કરવામાં આવી છે.
અદાણી કેપિટલને નાણાકીય સમાવેશકતામાં અનન્ય યોગદાન માટે આ સન્માન મળ્યું છે. ગુજરાતના થરડમાં ઓક્ટોબર 2017માં પ્રથમ શાખા શરૂ કરી ત્યારથી અદાણી કેપિટલે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યોમાં 10,000થી વધુ વેપાર સાહસિકોને ટેકો આપ્યો છે.
ગ્રોથ વિથ ગૂડનેસની અદાણી ગ્રુપની ફિલોસોફીથી પ્રેરિત અદાણી કેપિટલનું લક્ષ્ય ખેડૂત, ટ્રાન્સપોર્ટર હોય કે વેપાર માલિક હોય, દેશના વેપાર સાહસિકોને ટેકો આપવા પર કેન્દ્રિત અગ્રતાની એનબીએફસી બનવાનું છે. તેનું લક્ષ્ય ટેકનોલોજીનો લાભ લેતાં ગ્રાહકલક્ષી નિવારણો આપીને સૂક્ષ્મ અને નાના વેપાર સાહસિકો માટેની સૌથી અનુકૂળ ધિરાણદાર બનવાનું છે.
આ પુરસ્કાર અમારા પ્રયાસોનું સન્માન છે અને વેપાર સાહસિકો માટે વધુ મૂલ્યવર્ધિત ઉત્પાદનો નિર્માણ કરવા માટે અમારી પર વધુ જવાબદારી આવી છે. અમને ભારતીય યુવાનોમાં વેપાર સાહસિકતા પ્રેરિત કરવાની ભરપૂર સંભાવના જોવા મળી રહી છે અને અમારો હેતુ વેપાર સાહસિક સમુદાયને ટેકો આપવાનોઅને તેમની વૃદ્ધિ કરવાનો છે, એમ અદાણી કેપિટલના સીઈઓ ગૌરવ ગુપ્તાએ જણાવ્યું હતું.
ઈન્ડિયા બેન્કિંગ સમિટની આ વર્ષની આવૃત્તિ નેક્સ્ટ જનરેશન ઓફ બેન્કિંગની થીમ પર યોજાઈ હતી, જેમાં બેન્કિંગ કામગીરીના ભવિષ્ય પર ટેકનોલોજિકલ પ્રગતિઓ અને ડિજિટલ સાધનોના પ્રભાવ પર ચર્ચા કરવા માટે ઉદ્યોગ આગેવાનોની વ્યાપક શ્રેણીને એકત્ર લાવવામાં આવ્યા હતા. આ બહુપ્રતિક્ષિત ઉદ્યોગ ઈવેન્ટમાં બેન્કિંગ ઉદ્યોગમાંથી ટોચના નિર્ણયના ઘડવૈયાઓએ હાજરી આપી હતી.