ગાઝિયાબાદમાં ૫ વર્ષની બાળકીમાં મંકીપોક્સ જેવા લક્ષણ મળ્યા
ગાઝિયાબાદ, કોરોના રોગચાળાની વચ્ચે વિશ્વભરમાં મંકીપોક્સના ચેપના અહેવાલો છે, જેના કારણે લોકો દહેશતમાં છે. હવે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં મંકીપોક્સે દસ્તક આપી છે.
સાવચેતી રૂપે, ૫ વર્ષની બાળકીના નમૂના અહીં લેવામાં આવ્યા હતા, કારણ કે તેણે તેના શરીર પર ખંજવાળ અને ફોલ્લીઓની ફરિયાદ કરી હતી. બાળકીના પરિવારજનોને અલગ કરી દેવામાં આવ્યા છે અને સંપૂર્ણ રિપોર્ટ સરકારને મોકલી દેવામાં આવ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર અનુસાર રાજનગરના હર્ષ ઇએનટી ક્લિનિકમાં શુક્રવારે પાંચ વર્ષની બાળકીને કાનના પડદાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન બાળકીએ શરીર પર ખંજવાળ અને ફોલ્લીઓની ફરિયાદ કરી હતી.
પાંચ વર્ષની બાળકીમાં મંકીપોક્સ જેવા લક્ષણો દેખાતા આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે. ટીમ સાથે ક્લિનિક પર પહોંચ્યા પછી, જિલ્લા સર્વેલન્સ અધિકારી આરકે ગુપ્તાએ મંકી પોક્સના શંકાસ્પદ દર્દીના નમૂના લીધા અને તેને પુણેની એનઆઇવી લેબમાં મોકલ્યા છે .આ સાથે બાળકીના પરિવારજનોને અલગ કરી દેવામાં આવ્યા છે અને સંપૂર્ણ રિપોર્ટ સરકારને મોકલી દેવામાં આવ્યો છે.
ગાઝિયાબાદના સીએમઓએ જણાવ્યું કે, સાવચેતીના ભાગરૂપે બાળકીના સેમ્પલ લેવામાં આવ્યા છે. બાળકીને અન્ય કોઈ સ્વાસ્થ્ય સમસ્યા નથી અને છેલ્લા ૧ મહિનામાં તેણી કે તેના કોઈ નજીકના વ્યક્તિઓએ વિદેશ પ્રવાસ કર્યો નથી. મંકીપોક્સના લક્ષણો શું છે? મંકીપોક્સ શીતળા જેવું જ એક દુર્લભ વાયરલ ચેપ છે.
આ ચેપમાં તાવ, માથાનો દુખાવો, સોજાે, કમરનો દુખાવો, સ્નાયુમાં દુખાવો અને સામાન્ય સુસ્તીનો સમાવેશ થાય છે. તાવના સમયે અત્યંત ખંજવાળવાળા ફોલ્લીઓ વિકસી શકે છે, જે ઘણીવાર ચહેરા પર શરૂ થાય છે અને શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે. ચેપ સામાન્ય રીતે ૧૪ થી ૨૧ દિવસ સુધી ચાલે છે.HS1MS