૫ રૂપિયાના લીંબુ ખરીદવાની બાબતે થયેલી બબાલઃ દુકાનદારે ગ્રાહકને મારી ગોળી
જયપુર, રાજસ્થાનના ભરતપુરમાં ૫ રૂપિયાના લીંબુ ખરીદવાની બાબતે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે વિવાદ એટલો વધી ગયો કે, દુકાનદારે પોતાના સાથીઓ સાથે મળીને ગ્રાહકને ગોળી મારી દીધી. તેને તરત જ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો.
તેની ગંભીર હાલતને જાેઈને ડોક્ટરોએ ઇમ્સ્ હોસ્પિટલમાં દર્દીને વધુ સારવાર માટે ખસેડવા કહી દીધું. ત્યાર બાદ આ ઘટના પછી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે તેમજ સ્થાનિક પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.
આ સમગ્ર ઘટના ભરતપુરના ડીગ પોલીસ સ્ટેશન વિસ્તારના બહજ ગામની છે. પોલીસે જણાવ્યું કે દિનેશ જાદવ (૩૦) રામજીતનો પુત્ર સાંજે લીંબુ લેવા માટે મહેન્દ્ર બચ્ચુની દુકાન પર ગયો હતો. જ્યાં તેણે ૧૦૦ રૂપિયા આપીને ૫ રૂપિયાના લીંબુ ખરીદ્યા, છુટા પૈસાની વાત પર દિનેશ અને મહેન્દ્ર વચ્ચે બોલચાલ થઈ ગાળા-ગાળી થઇ હતી.
હાલ તો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે ત્યાર પછી દુકાનદારે પોતાના સાથી મિત્રોની સાથે રાત્રે ૮ઃ૩૦ વાગ્યે દિનેશના ઘરે જઈને ફાયરિંગ કરી દીધું. ગોળી દિનેશના કાનને અડીને નીકળી ગઈ.
પીડિત પરિવારનું કહેવું છે કે, દુકાનદાર મહેન્દ્રનો નાનો છોકરો ભોલુ લાઠી, સળિયા અને દંડા લઈને ઘરે આવ્યો હતો. ઘરે આવીને પણ તેણે અપશબ્દો બોલ્યા. અમે દિનેશને ઘરેથી નીકળવા નહિ દીધો. પછી ધર્મા ઉર્ફે ધર્મેન્દ્ર જાટ પુત્ર જયવીર નામના બદમાશે ઘર પર ચાર વાર ફાયરિંગ કર્યું. તક મળતાની સાથે જ ધર્માએ દિનેશને ગોળી મારી દીધી.
ડીગ સીઓ આશિષ કુમારે જણાવ્યું કે ગુરૂવારે મોડી સાંજે દુકાનદાર અને ગ્રાહકની વચ્ચે વિવાદ થયો હતો. એક દુકાનદારે પોતાના સાથી મિત્રોની સાથે મળીને ગ્રાહક પર ફાયરિંગ કરી દીધું હતું. ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે. પીડિત પરિવારની ફરિયાદના આધારે ગુનો નોંધી લેવામાં આવ્યો છે અને પોલીસે આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.HS1MS