દેશમાં ફરી ૪ હજાર નવા કોરોના કેસ સામે આવ્યા
નવીદિલ્હી, ભારતમાં કોરોનાના કેસ ફરી એકવાર જાેર પકડી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં તેજી જાેવા મળી રહી છે. તાજેતરના ડેટા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના કુલ ૩,૯૬૨ નવા કેસ નોંધાયા છે. કોરોનાને કારણે ૨૬ લોકોના મોત થયા છે.
આ પછી સક્રિય કેસોની સંખ્યામાં પણ મોટો ઉછાળો આવ્યો છે, જે હવે ૨૨,૪૧૬ પર પહોંચી ગયો છે. એક દિવસ પહેલા એટલે કે શુક્રવારે પણ દેશમાં લગભગ ચાર હજાર કોરોના કેસ નોંધાયા હતા. ૩ જૂને, ચેપના ૪,૦૪૧ નવા કેસ નોંધાયા હતા, જ્યારે ૧૦ દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.
ભારતમાં, ૮૪ દિવસ પછી એક દિવસમાં કોવિડ -૧૯ ના ૪,૦૦૦ થી વધુ નવા કેસ નોંધાયા છે. ભારતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા હવે ૪,૩૧,૭૨,૫૪૭ છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં ૫,૨૪,૬૭૭ લોકોએ જીવ ગુમાવ્યો છે.HS1MS