દાણીલીમડાથી બિયરના જથ્થા સાથે સરખેજનો બુટલેગર ઝડપાયો
અમદાવાદ,દાણીલીમડામાં બુટલગરો પોલીસના થાપ આપવા માટે હવે પેસેન્જર રિક્ષામાં દારુની હેરાફેરી કરી રહ્યા છે. દાણીલીમડા પોલીસે ચોક્કસ બાતમી આધારે પીપળજ રોડ ઉપરથી સરખેજના બુટલેગરને ૧૫૦ બિયરની ટીન સાથે ઝડપી પાડયો હતો.દારુ જુગારના અડ્ડાઓ ઉપર પોલીસની ધોંસ વધતાં બુટલેગરો પોલીસને થાપ આપવા માટે હવે કાર અને રિક્ષામાં દારુ તેમજ બિયરની હેરાફેરી કરી રહ્યા છે.પોલીસે વોચ ગોઠવીને પીપળજ રોડ પરથી ૧૫૦ બિયરના ટીન સાથે રિક્ષા ચાલકને રંગે હાથ પકડયો
દાણીલીમડા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેકટર ડી.વી.તગડીના જણાવ્યા મુજબ કેટલાક શખ્સો રિક્ષા અને કારમાં દારુની હેરાફેરી કરી રહ્યા હોવાની બાતમી મળી હતી જેના આધારે ગઇકાલે પોલીસે વોચ ગોઠવી હતી અને પીપળજ – આંબેડર બ્રિજ પરથી પોલીસ શંકા આધારે એક ઓટો રિક્ષાને રોકી હતી અને રિક્ષામાં તલાસી લઇને રિક્ષા ચાલકની પૂછપરછ કરતાં સરખેજમાં અંબર ટાવર રોડ ઉપર સીએમસી રોડ ઉપર ફજલ પાર્ક સામેના ડુપ્લેક્ષમાં રહેતા રફીક યુસુફભાઇ સામાણી (ઉ.વ.૩૯)ની અટકાયત કરી હતી.
પોલીસ તપાસમાં રિક્ષામાંથી કાગળના પૂઠાના પાર્સલમાંથી બિયરના કુલ ૧૫૦ ટીન મળી આવ્યા હતા. પોલીસે ટીન સહીત કુલ ૯૦ હજારનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રા પૂર્વ દારુ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા માટે વિસ્તારમાં પેટ્રોલીગ કરીને દારુ જુગારના અડ્ડા શોધીને તેના ઉપર રેડ પાડતાં બુટલેગર હવે પોલીસને થાપ આપવા ંમાટે રિક્ષા અને કારમાં હેરાફેરી કરી રહ્યા છે.HS3KP