શ્રીરંગપટના ચલોના આહવાનને લઈને શહેરમાં કલમ ૧૪૪ લાગુ
શ્રીરંગપટના, કર્ણાટકના માંડ્યા જિલ્લાના શ્રીરંગપટના શહેરમાં આજે સવારે ૬ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના ‘શ્રીરંગપટના ચલો’ના આહવાનને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે આ ર્નિણય લીધો છે. શહેરમાં ૫૦૦થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ ૪ પોસ્ટ પણ બનાવવામાં આવી છે.
જિલ્લા એસપી એન. યતીશની હાજરીમાં રૂટ માર્ચ પણ કાઢવામાં આવી હતી. આ સાથે જ શહેરમાં શનિવારે ભરાતું સાપ્તહિક બજાર પણ બંધ રાખવામાં આવ્યું છે. એટલું જ નહીં શ્રીરંગપટનાના ૫ કિમીના દાયરામાં આવતી દારૂની દુકાનોને પણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.તમને જણાવી દઈએ કે, કર્ણાટકના શ્રીરંગપટના સ્થિત જામા મસ્જિદને લઈને વિવાદ ઉભો થયો છે.
વિશ્વ હિન્દુ પરિષદનો દાવો છે કે, પહેલા અહીંયા મંદીર હતું જેને ટિપુ સુલતાને તોડી પાડીને મસ્જિદ બનાવી હતી. હવે વીએચપીએ જામા મસ્જીદમાં ઘુસીને પૂજા કરવાનું એલાન કર્યું છે. વીએચપીના પ્રદર્શનને લઈને શ્રીરંગપટના શહેરમાં આકરી સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ડેપ્યુટી કમિશનર અશ્વથી એસ. કહ્યું હતું કે, ‘આજે લોકોને મસ્જિદમાં જવાની મંજૂરી નથી. તેથી મસ્જિદ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે.
શહેરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથે જ અનેક જગ્યો પર નવા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. સાથે જ શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર ધ્યાન રાખવા માટે પોલીસની વિશેષ ટીમ બનાવામાં આવી છે.આ સમયે જીઁ એન. યતીશે કહ્યું છે કે, આજે શ્રીરંગપટના નગર પંચાયતની હદમાં રેલી, સરઘસ કે વિરોધ પ્રદર્શનની મંજૂરી નથી. આ આદેશને ધ્યાનમાં રાખીને પોલીસે શહેર અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
તેનું કારણ છે કે કોઈ અનિચ્છનીય ઘટના ના બને. માંડ્યા જિલ્લાના જીઁને સુરક્ષા વ્યવસ્થામાં પૂરો વિશ્વાસ છે. તેમણે જણાવ્યું હતું કે, ‘શહેરમાં સંપૂર્ણ શાંતિ છે અને આવનારા દિવસોમાં આવી જ શાંતિ જળવાઈ રહેશે. પોલીસ અને વહીવટીતંત્રએ તમામ જરૂરી વ્યવસ્થા કરી લીધી છે. નેતાઓ સાથે પણ વાત કરવામાં આવી છે અને તેમને પ્રતિબંધિતના આદેશો અંગે જાણ કરવામાં આવી છે. જાે કોઈ તેનો ભંગ કરશે તો તેની સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.SS2KP