હાર્દિક પંડ્યાને વનડે ક્રિકેટથી દૂર રાખવાની જરૂર છે: શાસ્ત્રી
નવી દિલ્હી, ભારતીય ટીમ ૯ જૂનથી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પાંચ મેચોની ટી૨૦ સિરીઝ રમવા ઉતરવાની છે. આ સિરીઝ માટે ટીમમાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે તો કેટલાક ખેલાડીની ટીમમાં વાપસી થઈ છે. આ સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ એક ખેલાડીને લઈને મોટુ નિવેદન આપ્યું છે, જે આ સિરીઝથી વાપસી કરી રહ્યો છે. શાસ્ત્રીનું માનવુ છે કે આ ખેલાડીને વનડે ક્રિકેટથી દૂર રાખવાની જરૂર છે.
રવિ શાસ્ત્રીએ આફ્રિકા સામે ટી૨૦ સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયાને એક મોટી સલાહ આપી છે. મહત્વનું છે કે આફ્રિકા સામેની સિરીઝથી હાર્દિક પંડ્યા ભારતીય ટીમમાં વાપસી કરવાનો છે. હાર્દિકે પોતાની આગેવાનીમાં આઈપીએલ-૨૦૨૨માં ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવી હતી. શાસ્ત્રીએ કહ્યુ કે આ વર્ષે રમાનાર ટી૨૦ વિશ્વકપ પહેલાં હાર્દિકે માત્ર ટી૨૦ મેચ રમવી જાેઈએ. તેની ફિટનેસને ધ્યાનમાં રાખવાની જરૂર છે.
ભારતીય ટીમના પૂર્વ કોચ શાસ્ત્રીએ સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા કહ્યુ કે, હાર્દિક પંડ્યા એક બેટર કે ઓલરાઉન્ડરના રૂપમાં ટીમમાં પરત આવશે. મને નથી લાગતું કે તે એટલો ઈજાગ્રસ્ત છે કે બે ઓવર પણ ન ફેંકી શકે. તેને પૂરતો આરામ મળ્યો છે, જે આગળ પણ મળવો જાેઈએ. વિશ્વકપમાં જવા માટે પંડ્યાએ માત્ર ટી૨૦ ક્રિકેટ રમવુ જાેઈએ. તેણે વનડે રમીને જાેખમ ઉઠાવવું જાેઈએ નહીં.હાર્દિક પંડ્યાએ ઈજા બાદ આઈપીએલ-૨૦૨૨માં દમદાર વાપસી કરી હતી.
પંડ્યાએ ભારત માટે અંતિમ ટી૨૦ મેચ વિશ્વકપમાં નામિબિયા સામે રમી હતી.હાર્દિકે આઈપીએલમાં ૧૫ મેચમાં ૧૩૧ની સ્ટ્રાઇક રેટથી ૪૮૭ રન બનાવ્યા અને આઠ વિકેટ ઝડપી હતી. આ સિરીઝ ગુજરાત ટાઈટન્સની કમાન સંભાળતા પણ હાર્દિકે બધાને પ્રભાવિત કર્યા હતા.ss1kp