Western Times News

Gujarati News

ઉત્તર કોરિયાએ એકસાથે ૮ મિસાઇલોનું પરીક્ષણ કર્યું

ઉત્તર કોરિયાને અમેરિકા અને દ. કોરિયાનો જવાબ ઉત્તર કોરિયાના નેતા કિંમ જાેંગ ઉને કહ્યું હતું કે તેમનો દેશ પોતાની પરમાણું ક્ષમતાને વધારવાનું યથાવત્‌ રાખશે

સિયોલ,
ઉત્તર કોરિયાના મિસાઇલ પરીક્ષણના જવાબમાં દક્ષિણ કોરિયા અને અમેરિકાએ રવિવારે ૮ મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે. આ યોનહોપ સમાચાર એજન્સીએ જાણકારી આપી છે. ન્યૂઝ એજન્સીએ સોમવારે સવારે કોરિયાઇ જાેઇન્ટ ચીફ ઓફ સ્ટાફ (જેસીએસ)નો હવાલો આપતા કહ્યું કે આ મિસાઇલોનું પરિક્ષણ વિભિન્ન લક્ષ્યો પર કરવામાં આવ્યું. જેસીએસના નિવેદન પ્રમાણે દક્ષિણ કોરિયા અને અમેરિકા સંયુક્ત રુપથી જમીનથી જમીન પર માર કરનારી મિસાઇલોનું ટેસ્ટ ફાયરિંગ કર્યું. આ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું કે ઉશ્કેરણીજનકની કોઇપણ સ્થિતિમાં અમારી સુરક્ષા તત્કાલ અને સટીક જવાબી હુમલો શરુ કરવાની ક્ષમતા અને દક્ષતા રાખે છે.

દક્ષિણ કોરિયન જાેઇન્ટ ચીફ ઓફ સ્ટાફના નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું કે અમારી સેના (દક્ષિણ કોરિયા અને અમેરિકા) બેલિસ્ટિક મિસાઇલના પરીક્ષણ દ્વારા ઉત્તર કોરિયાની ઉશ્કેરણીજનક કાર્યવાહીની સખત ટીકા કરે છે અને તેને ગંભીરતાથી એ આગ્રહ કરે છે કે તે પ્રાયદ્વિપ પર સૈન્ય તણાવ અને સુરક્ષાની ચિંતાઓને આગળ વધારનાર કૃત્યોને તાત્કાલિક બંધ કરે.

સિયોલના અધિકારીઓએ ચેતવણી આપી છે કે પ્યોગયાંગના સૈન્યના ઉશ્કેરણીજનક જવાબોની ઉચિત પ્રક્રિયા આપવામાં આવશે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ઉત્તર કોરિયા દ્વારા એક આંતરમહાદ્વિપીય બેલેસ્ટિક મિસાઇલ સહિત ૮ બેલિસ્ટિક મિસાઇલના ટેસ્ટ ફાયરિંગ પછી તરત દક્ષિણ કોરિયા અને અમેરિકાએ પણ સંયુક્ત રુપથી ૮ મિસાઇલોની ટેસ્ટ ફાયરિંગ કરી છે. આ ૨૦૧૭ પછી બન્ને દેશોની પ્રથમ સંયુક્ત કાર્યવાહી હતી. આ પહેલા ઉત્તર કોરિયાના નેતા કિંમ જાેંગ ઉને કહ્યું હતું કે તેમનો દેશ પોતાની પરમાણું ક્ષમતાને વધારવાનું યથાવત્‌ રાખશે.

કિમ જાેંગ ઉને સત્તા સંભાળ્યા પછી છેલ્લા ૧૦ વર્ષોમાં ઉત્તર કોરિયાએ ૧૦૦થી વધારે મિસાઇલોની ટેસ્ટ ફાયરિંગ કરી છે. જેમાં આંતરમહાદ્વિપીય મિસાઇલ અને ૪ પરમાણું પરિક્ષણ સામેલ છે. ન્યૂઝ એજન્સી સ્પૂતનિકના એક રિપોર્ટ પ્રમાણે કિમ જાેંગ ઉનના પિતા કિમ જાેંગ ઇલે પોતાની ૧૦ વર્ષના કાર્યકાળ દરમિયાન ૧૬ મિસાઇલ લોન્ચ કરી હતી અને ૨ પરમાણુ પરીક્ષણ કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.