સુરેન્દ્રનગરમાં દેવાયત ખવડને માથાકુટ થતા ફાયરિંગ, ૧૦ લોકો ઘાયલ,સુરક્ષા કરાઇ

સુરેન્દ્રનગર,જિલ્લાના સુદામડા ગામમાં બે જુથ સામસામે આવી જતા હવામાં ફાયરિંગ થયા હતા. ઘરમાં ભરેલા કડબમાં આગ લગાવી દેવાતા અનેક લોકો ઘાયલ થયા છે. ઘટનાને પગલે સુદામડા ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે. હાલ તો ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે છે અને ૧૦થી વધારે લોકોને ઘાયલ અવસ્થામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
સાયલા તાલુકાના સુદામડા ગામે ગભરુભાઇ મોગલ અને દેવાયત ખવડને એકબીજાના ભરડીયામાં તથા ખાણમાં જવાના રસ્તા બાબતે બબાલ થઇ હતી.આ બબાલ થયા બાદ બંન્ને જુથો વચ્ચે સામસામે ફાયરિંગ થયા હતા. જેમાં ૧૦થી વધારે લોકો ઘાયલ થયા હતા. ત્યાર બાદ મોટા પ્રમાણમાં પોલીસ કાફલો મોટા પ્રમાણમાં ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે. હાલ ગામમાં અજંપાભરી શાંતી છે.
સુદામડામાં અંગત અદાવતમાં જુથોએ સામસામે હવામાં ફાયરિંગ કર્યા હતા. બાદમાં ઘરમા ભરેલી કડબ પણ સળગાવવામાં આવી હતી. ખનીજના ખાડા બાબતે થયેલી માથાકુટના કાણે આખા ગામમાં તંગદીલીભરું વાતાવરણ જાેવા મળી રહ્યું છે.ફાયરિંગમાં ઘાયલ થયેલા ૧૦ પૈકી પૈકી ૮ લોકોને સારવાર માટે સુરેન્દ્રનગર શહેબની ટીબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ સાથે સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા છે. જિલ્લાના પોલીસવડા દ્વારા બંન્ને જુથોને શાંતિ જાળવવા માટે અફીલ કરવામાં આવી છે. હાલ તો પોલીસ દ્વારા બંન્ને જુથો વચ્ચે શાંતિ સ્થપાય તેવા પ્રકારનાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.hs3kp