Western Times News

Gujarati News

જીટીયુ ખાતે યોજાયેલ ડિઝાઈન બૂ઼ટ કેમ્પમાં ૭ થી ૧૭ વર્ષના ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લિધો

અમદાવાદ,શાળાકીય અભ્યાસ દરમિયાન જ ટેક્નોલોજી પ્રત્યે વિદ્યાર્થીઓ પ્રેરાય અને ડિઝાઈન , ઈનોવેશન જેવી પ્રવૃત્તિમાં ભાગ લે તે અર્થે દર વર્ષે રાજ્યની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી તરીકે નામના મેળવનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ( જીટીયુ ) દ્વારા ડિઝાઈન બૂટ કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

૫ દિવસીય ડિઝાઈન બૂટ કેમ્પમાં ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લિધો હતો . આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠે જણાવ્યું હતુ કે, મશીન લર્નિંગ , આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ , ડિઝાઈન થિકિંગ આવનારા ટેક્નોલોજીકલ ભવિષ્યની જરૂરીયાત છે. વિદ્યાર્થીઓ શાળાકીય અભ્યાસ દરમિયાન જ આ વિષયોથી અવગત થાય તે આવશ્યક છે.

જીટીયુના કુલસચીવ ડૉ. કે. એન. ખેરે ડિઆઈસી ઈન્ચાર્જ ડૉ એસ. કે. હડિયા અને કો ઓર્ડિનેટર પ્રો. રાજ હકાણીને સફળ સંચાલન બદલ અભિનંદન પાઠવ્યા હતાં.રાજ્યભરની વિવિધ સ્કૂલોના ૭ વર્ષથી લઈને ૧૭ વર્ષના વિદ્યાર્થીઓએ બૂટ કેમ્પમાં ભાગ લિધો હતો .

જેમાં યુવા ટેકનોક્રેટ દ્વારા વિચારો અને તેમની આવડતથી સમાજની વિવિધ સમસ્યાઓનું ટેક્નોલોજી અને ઈનોવેશનની ડિઝાઈનનું નિર્માણ કરીને સમાધાન મેળવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બૂટ કેમ્પના પ્રથમ ૨ દિવસ માટે વિદ્યાર્થીઓને પ્રોબ્લમ સોલ્વિગ અને ક્રિટીકલ થીંકિંગ થોટ ડિઝાઈન પ્રોસેસ પર માર્ગદર્શન અપાયું હતું.

ત્રીજા દિવસે પ્રોગ્રામીંગ અને ઓટોમેશન તથા ચોથા અને પાંચમાં દિવસે અનુક્રમે ગેમ ડેવલોપમેન્ટ , સ્ટોરી ટેલીંગ ઈન પ્રોગ્રામીંગ અને ૩- ડી પ્રિન્ટીંગ જેવા વિષયો પર અવગત કરાવવામાં આવ્યા હતાં. જેને અનુલક્ષીને વિદ્યાર્થીઓએ વિવિધ ઈનોવેટીવ પ્રોજેક્ટ જેવા કે, એર પોલ્યુશન મોનીટરીંગ સિસ્ટમ , સિક્યોરીટી સિસ્ટમ , ગેમ અને લોજીક ડેવલોપમેન્ટ અને ૩-ડી પ્રિન્ટીંગ વિષયને અનુલક્ષીને વિવિધ ડિઝાઈનનું નિર્માણ કર્યું હતું.

ગેમ ડેવલોપમેન્ટમાં પીંગપોન્ગ , ફોલિંગ ધ એપ્પલ , સર્કસ જેવી ગેમનું નિર્માણ કરાયું હતું. એર પોલ્યુશન મોનીટરીંગ સિસ્ટમ અંતર્ગત ઔદ્યોગીક એકમો દ્વારા વાતાવરણમાં છોડવામાં આવતાં હાનીકારક વાયુઓ જેવા કે કાર્બન ડાયોક્સાઈડ , કાર્બન મોનોક્સાઈડ , સલ્ફર ડાયોક્સાઈડનું વાતાવરણમાં કેટલું પ્રમાણ છે તે જાણી શકાતી સિસ્ટમનું નિર્માણ કર્યું હતું.

જ્યારે ડોર નોટીફિકેશન અને કિંમતી ચીજ વસ્તુની સાચવણી માટે નોટીફિકેશન પૂરું પાડતી સિક્યોરીટી સિસ્ટમ પણ વિકસાવવામાં આવી હતી. ઓટોમેશનના સિદ્ધાંત પર કાર્યરત ઓટો રોબોટ , ઓટો રેલ્વે ગેટ વગેરે પ્રોજેક્ટ તથા ૩-ડી પ્રિન્ટીંગ દ્વારા પેન સ્ટેન્ડ અને કિચનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. દેશભરના વિદ્યાર્થીઓને પણ આ પ્રકારના બૂટ કેમ્પનો લાભ મળી રહે તે માટે આગામી સમયમાં નેશનલ લેવલે પણ જીટીયુ દ્વારા ઓનલાઈન બૂટ કેમ્પનું આયોજન કરવામાં આવશે.HS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.