કોલકાતાના એડવોકેટે કેકેના મોતની CBI તપાસની માગ કરી

કેકેના છેલ્લા કાર્યક્રમમાં કોઇ મેનેજમેન્ટ જ નહોતું, આ સાથે કોલેજની લાપરવાહીનો ઉલ્લેખ કરવામાં આવ્યો
નવી મુંબઇ, પ્રખ્યાત ગાયક કેકેનું અચાનક નિધન થતા તેમના ચાહકો આઘાતમાં છે. ૩૧ મેના રોજ એક કોન્સર્ટમાં સિંગરની તબિયત બગડતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા,જ્યાં તેમને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. કેકેના અચાકન નિધનથી તેમના નિધનને લઇને અને આ કોન્સર્ટને લઇને ઘણા સવાલો પણ ઉભા થયા હતા. ત્યારે હવે કોલકાતા હાઇકોર્ટના એડવોકેટ રવિશંકર ચટર્જીને સિંગર કેકેની મોત પર સીબીઆઈ તપાસ માટેની અરજી કરી છે.
કોલકાતા હાઇકોર્ટમાં કેકેના મોતની તપાસ એક સ્વતંત્ર એજન્સી દ્વારા કરાવવાની માંગ સાથે એક બીજી અરજી પણ કરવામાં આવી છે, અરજી કરનારે આરોપ લગાવ્યો છે કે, કેકેના અંતિમ કાર્યક્રમમાં કોઇ મેનેજમેન્ટ જ નહોતુ, આ સાથે કોલેજની લાપરવાહીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.શનિવારે આવેલ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કેકેના મોતનું કારણ માયોકાર્ડિયલ ઇંફાકર્શન જણાવવામાં આવ્યુ હતુ. મહત્વનું છે કે, કેકેના નિધનથી દેશ ગમગીન બની ગયો હતો, આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા લોકોને કેકેના નિધન પર પોતાનુ દુખ વ્યક્ત કર્યું હતુ.SS2KP