સિદ્ધૂ હત્યામાં આરોપીઓને આશ્રય આપનારો ઝડપાયો

ફતેહાબાદ, હરિણાયાના ફતેહાબાદ જિલ્લામાં ફરી એક વખત પંજાબની મોગા પોલીસે દસ્તક આપી છે. પોલીસે મુસ્સાવાલી ગામથી દેવેન્દ્ર ઉર્ફે કાલા નામના યુવકની ધરપકડ કરી છે. દેવેન્દ્રની સામે ફતેહાબાદ સદર પોલીસ સ્ટેશનમાં ૬ એનડીપીએસનો કેસ નોંધાયો છે. દેવેન્દ્રની સામે પંજાબમાં ૨ કિલોગ્રામ અફીણનો પણ કેસ નોંધાયેલ છે.
ફતેહાબાદના મુસ્સીવાગામના રહેવાસી દેવેન્દ્ર સિંહ પાસે પંજાબના બે વ્યક્તિ કેશવ અને ચરણજીત સિંહ ૧૬ અને ૧૭ મેના રોજ આવ્યા હતા. દેવેન્દ્ર પર આરોપ છે કે તેમણે હત્યાના આરોપીઓને આશ્રય આપ્યો હતો. જે બોલેરો ગાડીમાં હુમલાખોર આવ્યા હતા તેને પંક્ચરની દુકાન લગાવનાર નસીબ રાજસ્થાનના રાવતસરથી લઈને આવ્યો હતો.
નસીબે ચરણજીત સિંહ અને કેશવને બોલેરો ગાડી ફતેહાબાદ શહેરના રતિયા ચૂંગીથી સોંપી દીધી હતી. ચરણજીત સિંહ નામનો વ્યક્તિ ફતેહાબાદથી પંજાબ આ ગાડીને લઈને ગયો હતો.તમને જણાવી દઈએ કે, પોલીસ આ મામલે ફતેહાબાદના ભિરડાના ગામના નિવાસી પવન અને નસીબની પંજાબ પોલીસ પહેલા જ ધરપકડ કરી ચૂકી છે જે ૫ દિવસના પોલીસ રિમાન્ડ પર છે. પૂછપરછ દરમિયાન દેવેન્દ્રનું નામ સામે આવ્યું છે.
સિદ્ધૂ મૂસેવાલા મર્ડર કેસમાં રોજ નવા નામ સામે આવી રહ્યા છે. તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું છે કે, સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડના શાર્પ શૂટર હરિયાણાના સોનીપતના રહેવાસી છે. પ્રિયવ્રત ફૌઝી અને અંકિત સેરસા જાટી બંને શાર્પ શૂટર સોનીપતના રહેવાસી છે.
૧૮ માર્ચ ૨૦૨૧ ના રોજ સોનીપતમાં ગેંગસ્ટર બિટ્ટૂ બરોણાના પિતાના હત્યાકાંડમાં સામેલ હતો. પ્રિયવ્રતા ફૌજી સિસાણા ગાડી ગામનો રહેવાસી છે. અંકિતની સોનેપત પોલીસ પાસે કોઈ ક્રાઈમ હિસ્ટ્રી નથી. પ્રિયવ્રતા ફૌજી પણ રામકરણ ગેંગનો શાર્પ શૂટર રહી ચુક્યો છે અને તેની સામે બે ખૂન સહિત એક ડઝન ગંભીર કેસ નોંધાયેલા છે.SS2KP