મેકડોનાલ્ડમાં કોલ્ડ ડ્રિંક્સમાંથી ગરોળીનો મામલો: એક લાખનો દંડ વસૂલ્યા બાદ જ એકમ ખોલી શકાશે
અમદાવાદ, અમદાવાદમાં થોડા દિવસ અગાઉ રેસ્ટોરન્ટમા કોલ્ડ ડ્રિંક્સમાંથી મરેલી ગરોળી નીકળી હતી. આ મામલે ગ્રાહકોએ દેકારો બોલાવતા તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી રેસ્ટોરન્ટને સીલ મારવા સહિતની કાર્યવાહી કરી હતી. ત્યારબાદ આ પ્રકરણમાં છસ્ઝ્રએ મેકડોનાલ્ડને દંડનો ડામ દીધો છે. તંત્ર દ્વારા એક લાખના દંડની વસૂલાત કરાયા બાદ જ રેસ્ટોરન્ટ ખોલવાની મંજૂરી આપવામાં આવશે.
અમદાવાદના સોલા સાયન્સ સિટી ખાતેના મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટમાં કોલ્ડ ડ્રિંક્સમાંથી ગરોળી નીકળી હતી. ભાર્ગવ જાેષી અને તેનો મિત્ર મેહુલ મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા ગયા હતા. જ્યાં બર્ગર અને કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર આપ્યો હતો. આ દરમિયાન કોલ્ડ ડ્રિંક્સને સ્ટ્રો વડે હલાવતા જ તળીયે રહેલી ગરોળી ઉપર આવી ગઈ હતી. ત્યારબાદ મરેલી ગરોળી હોવાનું માલૂમ પડતાં બંને ગ્રાહકો તાત્કાલિક મેનેજરને ફરિયાદ કરવા ગયા હતા.
આ ઉપરાંત હોબાળો મચાવી અમદાવાદ પોલીસ, મીડિયા તથા ફૂડ અને ડ્રગ્સ વિભાગ સમક્ષ ફરિયાદ કરી હતી. જે બાદ અમદાવાદ મનપાના ફૂડ વિભાગે દોડી જઈ મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટને સીલ કરી દીધું હતું.આ મામલે ૧૫ દિવસમાં છસ્ઝ્રએ મેકડોનાલ્ડ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી છે. તંત્ર દ્વારા રેસ્ટોરન્ટને એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડની વસૂલાત બાદ જ એકમ ખીલી શકાશે તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
વધુમાં ત્રણ મહિના સુધી તંત્ર દ્વારા આ એકમનું સરપ્રાઇઝ ચેકિંગ પણ કરવામાં આવશે. જેમાં ગંભીર બેદરકારી સામે આવશે તો આગામી સમયમાં પણ વધુ કડક કાર્યવાહી કરવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે.ss3kp