શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી
AMTS બસમાં બેસીને વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી અને સવારી દરમિયાન તેમને મુઝવતા પ્રશ્નોની ચર્ચા કરી
અમદાવાદ, આજે ધોરણ ૧૦નું પરિણામ હતું જેમાં પાસ થયેલા વિદ્યાથીઓને પ્રોત્સાહિત કરવા ટાગોર હોલ ખાતે શિક્ષણમંત્રીની હાજરીમાં સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જે બાદ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી પણ બસમાં ચડયા હતા. આ જાેઇ સૌ કોઈ બસમાં બેઠલા વિદ્યાર્થીઑ થોડી ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા હતા. જીતુ વાઘાણીએ બસમાં ઢોલ પણ વગાડ્યો હતો.
મંત્રીજીને ઢોલ ઢમકારતા જાેઇ સૌ કૉઈ ખુશ થઈ ગયા હતા. વઘાણીએ દરેક વિદ્યાથીઓ સાથે હાથ પણ મળાવ્યા હતા. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલા ધોરણ ૧૦ની પરીક્ષાનું ૬૫.૧૮ ટકા પરિણામ આજે જાહેર થયું.સુરત જિલ્લાનું સૌથી વધુ ૭૫.૬૪ ટકા અને પાટણ જિલ્લાનું સૌથી ઓછું ૫૪.૨૯ ટકા પરિણામ આવ્યું છે.
આ વર્ષે ૯.૭૦ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ૧૨ હજાર ૯૦ વિદ્યાર્થીઓને છ૧ ગ્રેડ, જ્યારે ૫૨ હજાર ૯૯૨ વિદ્યાર્થીઓને છ૨ ગ્રેડ મળ્યો છે. ૯૩ હજાર ૬૦૨ વિદ્યાર્થીઓને મ્૧ ગ્રેડ અને ૧ લાખ ૩૦ હજાર ૯૭ વિદ્યાર્થીઓને મ્૨ ગ્રેડ મળ્યો છે.ઉપરાંત ૧ લાખ ૩૭ હજાર ૬૫૭ વિદ્યાર્થીઓએ ઝ્ર૧ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. સાથે આ વર્ષે રાજ્યની ૨૯૨ શાળામાં ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે.SS2KP