અમદાવાદ કેન્દ્રનો ઔદ્યોગિક કામદારો માટેનો એપ્રિલ-૨૦૨૨ માસનો ગ્રાહક ભાવાંક
ઔદ્યોગિક કામદાર વર્ગ માટે અમદાવાદ કેન્દ્રનો માહે એપ્રિલ-૨૦૨૨નો ગ્રાહક ભાવાંક ભારત સરકારના સિમલા ખાતેના શ્રમ બ્યુરોએ અમદાવાદ કેન્દ્રના ઔદ્યોગિક કામદારો માટે માહે એપ્રિલ-૨૦૨૨ માટેના પાયાના વર્ષ(૨૦૧૬)ને ૧૦૦ ઉપર આધારિત ગણતરી કરેલ.
ગ્રાહક ભાવાંક ૧૨૧.૦૮ આંકને ૨૦૦૧ના પાયાના વર્ષમાં રૂપાંતરિત કરવા માટે ૨.૭૩ના સાંકળતા આંકથી ગુણતાં અમદાવાદ કેન્દ્રના ઔદ્યોગિક કામદાર માટે ગ્રાહક ભાવાંક (૨૦૦૧=૧૦૦)=૩૩૨.૫૧૪ થાય છે. આ આંકને ૧૯૮૨ના પાયાના વર્ષમાં રૂપાંતરિત કરવા માટે ૪.૬૨ના સાંકળતા આંકથી ગુણતા અમદાવાદ કેન્દ્રના ઔદ્યોગિક કામદાર માટે ગ્રાહક ભાવાંક (૧૯૮૨=૧૦૦)=૧૫૩૬.૨૧ થાય છે.
આ આંકને ૧૯૬૦ના પાયાના વર્ષમાં રૂપાંતરિત કરવા માટે ૪.૭૮ના સાંકળતા આંકથી ગુણતા અમદાવાદ કેન્દ્રના ઔદ્યોગિક કામદાર માટે ગ્રાહક ભાવાંક (૧૯૬૦=૧૦૦)=૭૩૪૩.૧૧ થાય છે.
આ આંકને રાજ્ય સરકારે સ્વીકારેલ ૩.૧૭ના સાંકળતા આંકથી ગુણતાં રાજ્ય શ્રેણીના ઔદ્યોગિક કામદાર વર્ગ માટેનો માહે એપ્રિલ-૨૦૨૨ મહિનાનો અમદાવાદ કેન્દ્રનો પાયાના વર્ષ (૧૯૨૬-૨૭=૧૦૦)પ્રમાણે ગ્રાહક ભાવાંક ૨૩૨૭૭.૬ થાય છે, તેમ નાયબ શ્રમ આયુક્ત, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. ધવલ શાહ