નાનપુરાની હાઈસ્કુલનાં વિદ્યાર્થીઓનો ખેલ મહાકુંભની કબડ્ડીમાં ભવ્ય પ્રદર્શન
ખેલ મહાકુંભની અંડર 17 ની કબડ્ડી સ્પર્ધામાં ઝોન કક્ષાએ શહેરની નાનપુરા સ્થિત ટી.એન્ડ ટી.વી. સાર્વજનિક હાઈસ્કૂલ ચેમ્પિયન બની હતી. શાળાનાં વિદ્યાર્થીઓ યાદવ શુભમ, યાદવ રવિ, યાદવ મુકેશ, યાદવ અતુલ, યાદવ મનીષ, સિંઘ અમિત અને યાદવ રવિન્દ્ર સુરત જિલ્લાની ટીમમાં પસંદગી પામ્યા હતા.
રાજ્ય સ્તરની સ્પર્ધામાં તારીખ 24/5/2022 થી 26/5/2022 નાં રોજ વ્યારા ખાતે યોજાયેલ સ્પર્ધામાં સુરત જિલ્લાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે.
રાજ્ય સ્તરનાં પસંદગી કેમ્પમાં આ વિદ્યાર્થીઓ તારીખ 5/6/2022 થી 25/6/2022 દરમિયાન ભાગ લેનાર છે. જિલ્લા, ઝોન તેમજ રાજ્યકક્ષાએ ભવ્ય દેખાવ કરવા બદલ તમામ વિદ્યાર્થીઓને શાળાનાં આચાર્ય સી. ડી.પટેલ, માર્ગદર્શક શિક્ષક અજયભાઈ ગામીત તથા શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.
ઉપરાંત શાળાનાં આ સાતેય વિદ્યાર્થીઓ રાજ્યની ટીમમાં પણ પસંદગી પામી રાજ્યની ટીમનું પ્રતિનિધિત્વ કરે એવી હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.