Western Times News

Gujarati News

વંકાસ ખાતે સ્‍કીલ ડેવલપમેન્‍ટ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

વલસાડ:વલસાડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી દ્વારા ગ્રામ પંચાયત વંકાસના સહયોગથી વંકાસ ખાતે સ્‍કીલ ડેવલપમેન્‍ટ અવેરનેસ કાર્યક્રમ વન અને આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરની અધ્‍યક્ષતામાં યોજાયો હતો.

આ અવસરે આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે સ્‍કીલ ડેવલપમેન્‍ટ માટે રાજ્‍ય સરકાર દ્વારા હાથ ધરાયેલા પ્રયાસોની વિસ્‍તૃત જાણકારી આપી યુવાઓને જરૂરી તાલીમ મેળવી લેવા અનુરોધ કર્યો હતો. શ્‍યામા પ્રસાદ મુખર્જી રૂર્બલ મિશન અંતર્ગત વિવિધ ગામોમાં અવેરનેશ કેમ્‍પ યોજી લાભાર્થીઓની અલગ-અલગ આવડત (સ્‍કીલ) જાણી તેઓને તાલીમ આપી આજીવિકા પૂરી પાડવાનો મુખ્‍ય હેતુ હોવાનું જણાવી એપ્રેન્‍ટીસશીપ યોજના હેઠળ કંપની દ્વારા ચૂકવવામાં આવતા મહેનતાણા ઉપરાંત રાજ્‍ય સરકાર દ્વારા ત્રણ હજાર જેટલી રકમની ચૂકવણી કરવામાં આવતી હોઇ સ્‍કીલ પ્રાપ્‍ત યુવાઓ કોઇપણ કંપનીમાં એપ્રેન્‍ટીસ તરીકે જોડાઇને અનુભવ મેળવી લેવા પણ જણાવ્‍યું હતું.

જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રના જનરલ મેનેજર જી.એલ.પટેલે કુટિર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, ઔદ્યોગિક એકમો તેમજ લોન અને ગ્રામ્‍ય લેવલ સહિત માનવ કલ્‍યાણ તેમજ બાજપેયી બેન્‍કેબલ યોજના અંગે જાણકારી આપી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

 બરોડા સ્‍વરોજગાર સંસ્‍થાના વિજયભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, ગ્રામીણ યુવક-યુવતીઓને પશુપાલન, વર્મીકમ્‍પોસ્‍ટ, અગરબત્તી, બ્‍યુટીપાર્લર, અથાણાં-પાપડ, પ્‍લમ્‍બર જેવી વિવિધ પ્રકારની સ્‍વસહાય રોજગારલક્ષી તાલીમ આપવામાં આવે છે. જેમાં તાલીમ પામેલા લાભાર્થીઓને આરસેટી દ્વારા બેંકો સાથે જોડાણ કરાવી સ્‍વરોજગાર માટે લોનની વ્‍યવસ્‍થા પણ કરી આપવામાં આવતી હોવાનું જણાવ્‍યું હતું.

જિલ્લા રોજગાર કચેરીના કાઉન્‍સેલર ડીપેશભાઇ ભોયાએ રોજગાર કચેરીમાં નામ નોંધણી અંગેની જાણકારી આપતાં જણાવ્‍યું હતું કે, આર્મીમાં જવા ઇચ્‍છતા યુવાનો માટે વર્ષમાં એક વખત ૩૦ દિવસની નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવે છે.

આઇ.ટી.આઇ.ના આચાર્ય ગિરીશભાઇ લાડે જણાવ્‍યું હતું કે, ઉમરગામ તાલુકામાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે. જેમાં મહદઅંશે આઇ.ટી.આઇ.માં તાલીમ પામેલા યુવક-યુવતીઓની જરૂરિયાત રહે છે. જે ધ્‍યાને લઇ ઝડપથી રોજગારી મેળવવા માટે આઇ.ટી.આઇ.માં તાલીમ મેળવી સર્ટિફિકેટ મેળવી લેવા જણાવ્‍યું હતું.

ઉમરગામ એસોસીએશનના પ્રમુખ આર.કે.નાયરે ગારમેન્‍ટ ક્ષેત્રમાં યુવક-યુવતીઓ કેવી રીતે વધારી શકે તે અંગે ઉપયોગી જાણકારી આપતાં જણાવ્‍યું હતું કે, આરસેટી દ્વારા સખીમંડળની બહેનોને ગારમેન્‍ટની તાલીમ આપી રોજગારી પૂરી પાડવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.