શિવસેનાએ ક્રોસ વોટિંગના ડરના કારણે ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કર્યા
મુંબઇ, મહારાષ્ટ્રમાં ૧૦ જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણી પહેલા શિવસેનાએ તેના ધારાસભ્યોને મલાડની એક હોટલમાં શિફ્ટ કર્યા છે. આ પહેલા મુખ્યમંત્રીના નિવાસ સ્થાને અપક્ષ અને શિવસેનાના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. આ પછી ધારાસભ્યોને બસ દ્વારા હોટલમાં લઈ જવામાં આવ્યા હતા.
૧૦૬ સભ્યોની ભાજપે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, અનિલ બોંડે અને ધનંજય મહાડિકને વિધાનસભામાં ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. એનસીપીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ પટેલ અને કોંગ્રેસે ઈમરાન પ્રતાપગઢીને મેદાનમાં ઉતાર્યા છે.
રાજ્યસભાની ચૂંટણીમાં સંજય રાઉત અને સંજય પવાર શિવસેનાના ઉમેદવાર છે. છઠ્ઠી રાજ્યસભાની બેઠક માટે ભાજપના ધનંજય મહાડિક અને શિવસેનાના સંજય પવાર વચ્ચે ચૂંટણી જંગ છે.
ભાજપનો દાવો છે કે શિવસેનાના સંજય પવારને હરાવીને પાર્ટી સરળતાથી જીતશે. શિવસેના પાસે ૫૫, એનસીપી ૫૨ અને કોંગ્રેસ ૪૪ છે. રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારને જીતવા માટે લગભગ ૪૨ મતોની જરૂર હોય છે.
ભાજપ પાસે ૧૦૬ ધારાસભ્યો છે, ૭ અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે એટલે કે કુલ ૧૧૩ ધારાસભ્યો છે. બે સીટ જીતવા માટે ૮૪ વોટની જરૂર છે. આ પછી ભાજપ પાસે ૨૯ વોટ વધુ છે. જાેકે, જીતના ૪૨ મતોમાંથી ૧૩ ઓછા છે. ભાજપની રણનીતિ નાની પાર્ટી અને પ્રથમ પસંદગીના ઉમેદવાર પર આધારિત છે. રાજ્ય વિધાનસભામાં અપક્ષો અને નાના પક્ષોના ૨૫ ધારાસભ્યો છે.HS1MS