ડેટા નહીં આપે તો ટ્વીટર સાથેનો સોદો રદ કરવા મસ્કની ચેતવણી

ટ્વીટરના કુલ યુઝર્સમાં ૨૫ ટકા જેટલા લોકો ખોટા નામે છે અથવા તો એક જ વ્યક્તિના અનેક ટ્વીટર હેન્ડલ છે એવું મસ્ક માની રહ્યા
વોશિંગ્ટન, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે માઈકોબ્લોગીંગ વેબ્સાઈટ ટ્વીટર ખરીદવા માટે કરેલી ઓફર પોતે પરત ખેચી લેશે એવા અહેવાલ મળી રહ્યા છે. ટ્વીટરના કુલ યુઝર્સમાં ૨૫ ટકા જેટલા લોકો ખોટા નામે છે અથવા તો એક જ વ્યક્તિના અનેક ટ્વીટર હેન્ડલ છે એવું મસ્ક માની રહ્યા છે. આ અંગે મે મહિનામાં ટ્વીટરને ચોક્કસ માહિતી આપવા માટે મસ્કે ચેતવણી આપી હતી. બીજી તરફ, ટ્વીટર જણાવે છે કે માત્ર ચારથી પાંચ ટકા હેન્ડલ જ એવા છે કે જે ખોટા છે અને તેને દૂર કરવામાં આવી રહ્યા છે.
મસ્કે ટ્વીટર ખરીદવા માટે ૫૪.૨૦ ડોલર પ્રતિ શેર ખરીદી ૪૪ અબજ ડોલરની ઓફર કરી હતી. ટ્વીટરને એક પત્રમાં મસ્કે પોતાની કંપની ટેસ્લા મારફત જાણ કરી છે કે ટ્વીટર ખરીદવા માટે જે માહિતી જાેઈએ છે તે મળી રહી નથી અને કંપની જવાબદારી આપવામાં નિષ્ફળ ગઈ છે. આ સ્થિતિમાં એલોન મસ્ક અને ખરીદદારો માર્ચ મહિનામાં કરેલી ઓફર રદ્દ કરવાના હક્કદાર છે. અગાઉ, મસ્કે માહિતી મેળવવા માટે થઇ સોદાને કામચલાઉ રીતે અટકાવી દેવાની જાહેરાત કરી હતી.
ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક અને ટિ્વટરના સીઈઓ પરાગ અગ્રવાલ વચ્ચે ટિ્વટરમાં નકલી એકાઉન્ટ્સ (બોટ્સ) મુદ્દે વિવાદ સતત વકરી રહ્યો છે. પહેલાં એલોન મસ્કે અચાનક જ ટિ્વટરના નકલી એકાઉન્ટ્સ પાંચ ટકા કરતાં વધુ હોવાનો દાવો કરીને ડીલ અટકાવી દેવાની જાહેરાત કરી હતી. બાદમાં મસ્કે ટિ્વટર ખરીદવા માટે અગાઉ ઓફર કરેલી ૪૪ અબજ ડોલર કરતાં ઓછી કિંમત ચૂકવવાના સંકેત આપ્યા હતા.
મસ્કે શરત મુકી હતી કે જ્યાં સુધી બોટના સાચા આંકડા નહિ આપવામાં આવે અને ૫% સુધી તેને સીમિત કરવામાં નહિ આવે ત્યાં સુધી સોદો ‘હોલ્ડ’ પર રહેશે.આજે મસ્કના પત્ર અંગે માહિતી બહાર આવતા અમેરિકન શેરબજાર ખુલતા પહેલા ટ્વીટરના શેર ૫.૫ ટકા ઘટી ૩૭.૯૫ ડોલર થઇ ગયા હતા. મસ્કની અગાઉ, કામચલાઉ રીતે સોદો અટકાવી દેવાની જાહેરાતથી શેર સતત ઘટી રહ્યા છે. ટ્વીટરના વર્તમાન શેરહોલ્ડરે મેં મહિનામાં ટ્વીટરના શેર ૨૩ ટકા ઘટી ગયા હોવાથી મસ્ક આ રીતે કંપની ઉપર દબાણ લાવી શેરહોલ્ડરની સંપત્તિનો વિનાશ કરી રહ્યા હોવાનો એક કેસ પણ અમેરિકન કોર્ટમાં થયો છે.SS2KP