દ.આફ્રિકામાં ભ્રષ્ટાચારના આરોપી ગુપ્તા બંધુઓની યુએઈમાં ધરપકડ

અબુ ધાબી, દક્ષિણ આફ્રિકામાં ભ્રષ્ટાચારના આરોપી ભારતીય ઉદ્યોગપતિ ગુપ્તા બ્રધર્સની સંયુક્ત આરબ અમીરાતમાં ધરપકડ કરવામાં આવી છે. દક્ષિણ આફ્રિકી સરકારે સોમવારે કહ્યું હતું કે, યુએઈમાં કાયદા અમલીકરણ અધિકારીઓએ ગુપ્તા પરિવારના રાજેશ ગુપ્તા અને અતુલ ગુપ્તાની ધરપકડ કરી છે. ઈન્ટરપોલે બંનેની સામે રેડ કોર્નર નોટિશ જાહેર કરી હતી.
દક્ષિણ આફ્રિકાની સરકાર બંનેના પ્રત્યાર્પણ માટે પ્રયત્ન કરી રહી છે.ગુપ્તા બ્રધર્સ લગભગ ૨૪ વર્ષ પહેલા બિઝનેસની તકની શોધમાં સહારનપુરથી સાઉથ આફ્રિકા ગયા હતા. ત્યાં તેમનો બિઝનેસ એવો ફેલાયો કે, હવે તેઓ દેશના ટોપ ટેન ધનિક બિઝનેસ પરિવારમાં સામેલ થાય છે.
પરંતુ તેમના પર હંમેશા ઝુમાની નજીક હોવાનો અને રાજકીય ફાયદાથી બિઝનેસમાં આગળ વધવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.દક્ષિણ આફ્રિકામાં ભ્રષ્ટાચાર સબંધી એક તપાસ રિપોર્ટે આ વાતની પુષ્ટિ કરી છે કે, સરકારી ઉપક્રમોથી અબજાે રેડની રકમો લૂંટ્યા બાદ દેશથી ફરાર થયેલા ગુપ્તા બ્રધર્સની માલિકી વાળા ‘ધ ન્યૂઝ એજ’ સમાચાર પત્રને પૂર્વ રાષ્ટ્રપતિ જૈકબ ઝુબાના પ્રભાવના કારણે મદદ પહોંચાડવામાં આવી હતી.
મૂળ ઉત્તર પ્રદેશના સહારનપુરના ત્રણ ગુપ્તા ભાઈઓ અજય, અતુલ અને રાજેશે ટીએનએ શરૂ કર્યું હતું, જે હવે બંધ પડ્યું છે. આ ત્રણેય ભાઈઓ દુબઈમાં રહેતા હતા. દક્ષિણ આફ્રિકાના સત્તાવાળાઓએ તેના પ્રત્યાર્પણની વિનંતી કરી છે જેથી તેની સામેના ગુનાહિત આરોપોની સુનાવણી થઈ શકે.
તેમની સામે આર્થિક ભ્રષ્ટાચારના અનેક આરોપો પૈકી મુખ્ય આરોપ એ છે કે ગુપ્તા બંધુઓને અનર્ગલ રીતે મદદ કરવા ઉપરાંત ખાનગી મકાનની સુંદરતા માટે સરકારી તિજાેરીમાં કરોડો ડોલરનું કૌભાંડ કર્યું છે. સંસદમાં તેમની વિરુદ્ધમાં જ્યારે મહાભિયોગ લાવવામાં આવ્યો હતો ત્યારે તેઓ બચી ગયા હતા પરંતુ હવે તેમની પાર્ટીએ અંતે તેમને પદ પરથી હટાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે.
ઝુમા સાથે ગુપ્તા પરિવારને લઈને સામાન્ય લોકોમાં એટલો ગુસ્સો છે કે, જાેહાન્સબર્ગના રસ્તાઓ પર ગુપ્તા મસ્ટ ફોલ ના નારા લગાવવામાં આવી રહ્યા છે.SS2KP