પૂર્વ મંત્રી સાધુસિંહ ધર્મસ્ત્રોતની ભ્રષ્ટાચારના આરોપોમાં ધરપકડ

ચંદીગઢ, વિઝિલન્સ બ્યુરોએ પંજાબના પૂર્વ વન મંત્રી સાધુ સિંહ ધર્મસોત અને તેમના કેટલાક અન્ય સાથીઓની ધરપકડ કરી છે જેમાં એક પત્રકાર પણ છે. મંગળવારે સવારે ત્રણ વાગે વિઝિલન્સએ સાધુ સિંહ ધર્મસોતને અમલોહ તેમના ઘરેથી ઉઠાવ્યા છે. ધર્મસોત પર વૃક્ષ કાપવાના બદલે લાંચ લેવાનો આરોપ છે. વિઝિલન્સ બ્યુરો તરફથી પૂર્વ મંત્રી સાધુ સિંહ ધર્મસોત અને તેમના સાથીઓને મોહાલીની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ધર્મસોત કેપ્ટન અમરિંદર સિંહ સીએમ હતા ત્યારે વન મંત્રી હતા.
ઉલ્લેખનીય છે કે આજે જ રાહુલ ગાંધી પંજાબ આવી રહ્યા છે. તેઓ પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેવાલાના પરિવાર સાથે મુલાકાત કરશે. વિજિલન્સ બ્યુરોએ મોહાલીના કેટલાક અધિકારીઓને લાંચ લેવાના આરોપસર પકડ્યા હતા. તેમણે પૂછપરછમાં જણાવ્યુ કે ધર્મસોત એક વૃક્ષ કાપવા જવાના બદલે ૫૦૦ રૂપિયાની લાંચ લેતા હતા. આ સિવાય નવા વૃક્ષ રોપવાના બદલે પણ લાંચ લેતા હતા. જેનો ભાગ સીધો તત્કાલીન મંત્રી ધર્મસોત પાસે પણ જતો હતો.
સાધુ સિંહ ધર્મસોત પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ કૌભાંડમાં પણ ઘેરાયા છે. તેમના સામાજિક સુરક્ષા મંત્રી રહેતા આરોપ લાગ્યા કે ખોટી રીતે સ્કોલરશિપના રૂપિયા પ્રાઈવેટ કોલેજાે અને યુનિવર્સિટીને આપી દીધા. આને લઈને ખૂબ હોબાળો પણ થયો. તેમ છતાં તત્કાલીન કેપ્ટન સરકારે ધર્મસોતને ક્લીન ચિટ આપી દીધી હતી.ઉલ્લેખનીય છે કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ મુખ્યમંત્રી ભગવંત માને ધર્મસોતને જેલમાં મોકલવાની વાત કહી હતી. ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સહિત વિપક્ષી દળોએ આ મુદ્દો જાેર-શોરથી ઉઠાવ્યો હતો ત્યારે શિરોમણિ અકાલી દળની સાથે જ આમ આદમી પાર્ટીએ પણ આંદોલન કર્યુ હતુ.SS2KP