ધનસુરા સિવીલ કોર્ટ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) પ્રિન્સીપાલ સિવીલ કોર્ટ ધનસુરા ખાતે કોર્ટ કેમ્પસમાં તેમજ જ્યુડિશીયલ ક્વાટર્સ પાસે તા.૦૫/૦૬/૨૦૨૨ ને રવિવાર ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણના કાર્યાક્રમ નું આયોજન કરવામાં આવ્યું.જેમાં પ્રિન્સીપાલ સિવીલ જજ શ્રી.એસ.સી.પટેલ,તેમજ ધનસુરા બાર એસોસીએશનના પ્રમુખશ્રી,વિ.વ.શ્રીઓ,કોર્ટ સ્ટાફ તથા ,આર.એફ.ઓશ્રી ધનસુરા રેન્જ ના ઓને સાથે રાખીને લગભગ ૫૦ થી પણ વધારે વૃક્ષો રોપ્યા અને વૃક્ષારોપણનો કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો.